બાળકોને કડકડાટ વાંચતા શીખવાડવા માટે ની સરળ ટિપ્સ

WhatsApp Group Join Now

સામાન્ય રીતે વાતચીત માં આપણે આપણી માતૃભાષા અથવા ક્ષેત્રિય ભાષા નો ઉપયોગ કરીએ છીએ. આપણી ભાષા માં વાત કરતા સમયે આપણે આપણી રીતે અચકાયા વગર વાત કરીએ છીએ, જયારે કોઈ એવી ભાષા ને બોલવાનો અવસર આવે છે જેનો ઉપયોગ ક્યારેક જ કરવામાં આવતો હોય તો થોડી મુશ્કેલી પડે છે,

કોઈ પણ ભાષા ને અચકાયા વગર બોલવા માટે જરૂરી છે રીડીંગ. કારણ કે ફક્ત રીડીંગ એક માત્ર ઉપાય છે જેના કારણે આપણે કોઈ પણ ભાષા ને અચકાયા વગર બોલતા શીખીએ છીએ. જો તમે એક માતા પિતા હોય અને ઇચ્છતા હોય કે તમારું બાળક કોઈ સ્પેસિફિક ભાષા ને અચકાયા વગર બોલે તો એના માટે તમારે એને વાંચન ની આદત પાડવી જોઈએ. એમની વાંચવાની રીતમાં સુધારો લાવવા માટે આ ટીપ્સ અપનાવી શકાય છે. તો ચાલો જાણી લઈએ સરળ ટીપ્સ…

ઓડિયો બુક સાંભળવાની આદત પાડવી :- બાળકોની રીડીંગ સ્કીલને સુધારવા માટે સૌથી સારી રીત છે કે તમે એને ઓડિયો બુક્સ સંભળાવો. તમે જોયું પણ હશે કે બાળકો કોઈ પણ ગીત ને સાંભળીને સરળતાથી યાદ કરી લે છે. દરરોજ ઓડિયો બુક સાંભળવાથી બાળક તે ભાષા ને સમજવા લાગશે. થોડા જ સમય માં ધીમે ધીમે એની વાંચન સ્કીલ માં સુધારો થવા લાગશે.

ઇકો રીડીંગ :- વાંચવામાં આવતી બુકના અમુક વાક્યોને વારંવાર વાંચવા એને ઇકો રીડીંગ કહેવાય છે. તમારે સફેદ બોર્ડ પર બાળકને વાક્ય લખીને આપવું. બાળકને આ વાક્ય વારંવાર વાંચવા માટે કહેવું. તમે આ વાક્યો ને કોમ્પ્યુટર સ્ક્રીન પર પણ લખીને બતાવી શકો છો. જયારે બાળક વારંવાર વાંચશે તો જાતે જ એના માં વાંચવાની ઝડપ આવી જશે. અને તે પછી અચકાયા વગર બોલી જશે.

સાથે વાંચવું :- આ સૌથી જૂની અને અસરદાર રીત છે, જેનાથી તમે તમારા બાળકની રીડીંગ સ્કીલ ને સુધારી શકો છો. બાળક ને કોઈ પણ સ્ટોરી બુક અથવા સમાચાર પેપર વાંચીને સંભળાવવું. તમે જોશો કે થોડા જ દિવસમાં બાળક તમારી સાથે વાંચવા લાગશે અને દરરોજ ની પ્રેક્ટીસ થી લગભગ તે તમારાથી વધારે સારું અને પહેલા વાંચવાની કોશિશ કરતો જોવા મળશે.

એક્ટીવીટી દ્વારા :- જયારે આપણે કોઈ વાક્ય વાંચીએ છીએ તો એમાં અમુક શબ્દો જેવા જ બીજા નવા શબ્દો જોડી લઈએ છીએ. આપણે બાળકની સાથે પણ એવું જ કરવું જોઈએ. કોઈ બુકમાં અમુક શબ્દોને માર્ક કરી લેવા. આ માર્ક કરવામાં આવેલા શબ્દો ને ૪ થી ૫ શબ્દો ના ગ્રુપમાં વહેચી દેવા.

એવા શબ્દો ને માર્ક કરવા જો એકબીજા સાથે થોડા જોડાયેલા હોય એટલે કે એમાંથી એક વાક્ય બની શકે. પછી બાળકને એક ગ્રુપના શબ્દોનો ઉપયોગ કરીને મતલબ વાળું વાક્ય બનાવવા કહેવું. એનાથી બાળકની માનસિક કસરત થશે અને સાથે તે ખુશી સાથે શીખશે. આ રીતે તે ધીમે ધીમે કડકડાટ બોલતા શીખી જશે.

WhatsApp Group Join Now