ગર્ભવતી મહિલાઓએ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવુ…

WhatsApp Group Join Now

એક સ્ત્રીના શરીરમાં બાળક ઉછરે છે અને તે તેને જન્મ આપે છે. ગર્ભાવસ્થા આ નવ મહિનાના સમયમાં બાળકનો વિકાસ થાય છે. આ ખૂબ મહત્વપૂર્ણ છે કે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં ગર્ભવતી સ્ત્રી પોતાની દેખભાળ સારી રીતે કરે. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓનો વજન વધુ વધી જાય છે.જ્યારે મહિલા ગર્ભ અવસ્થામાં આવે છે ત્યારે મહિલાએ અનેક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે.કારણ કે તે સમયે મહિલા જે કંઈ પણ કરે છે તેની સીધી અસર તેના ગર્ભમાં રહેલ બાળક પર પડે છે.

ત્યારે જ તો ગર્ભાવસ્થામાં મહિલાને સારા વિચાર અને અનેક સાર સંભાળ રાખવાની જરૂર હોય છે. ગર્ભવતી મહિલાઓએ આ વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ કે તે કંઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તેની બાળક પર કંઈ અસર થશે. આજે અમે તમને જણાવી દઈએ કે ગર્ભવતી મહિલાએ ક્યાં કામ ન કરવા જોઈએ. તો ચાલો જાણી લઈએ એ કામ વિશે કે એવા અમુક કામ ન કરવા, જેનાથી બાળક પર મુસીબત આવી શકે છે.

  • સાફ સફાઈ માટે કેમિકલ યુક્ત વસ્તુ ના બદલે પ્રાકૃતિક ઉત્પાદો જેમ કે વિનેગાર અથવા બેકિંગ પાવડર નો ઉપયોગ કરવો, એના ઉપયોગ કરતા સમાય દરમિયાન હંમેશા મોજા (ગ્લવ્સ) પહેરી લેવા અને મોં ને ઢાંકી દેવું. પ્રેગનેન્સી માં તમને કેમિકલ ક્લીનીંગ પ્રોડક્ટ નો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
  • પ્રેગનેન્સી માં કમર નો દુખાવો રહે છે, ભારે વજન ઉચ્કવો તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. પાણી ની ડોલ, અનાજ નો સામાન જેવી ભારેવસ્તુ ને ઉચકવા ની બિલકુલ કોશિશ પણ ન કરવી.
  • સીડીઓ થી પડવાનો ખતરો રહે છે, એટલા માટે એવું કરવાથી જેટલું બની શકે એનાથી બચવું.
  • રસોઈ માં કામ કરતા સમયે કલાકો સુધી ઉભી રહે છે જે પ્રેગનેન્ટ મહિલાઓ ના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, એનાથી પગ માં સોજો પણ આવી શકે છે.
WhatsApp Group Join Now