જો તમે ઘરમાં ઉંદરોના આતંકથી પરેશાન છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય

WhatsApp Group Join Now

મોટાભાગે લોકો ઘરના ઉંદરના આતંકથી ખૂબ જ પરેશાન રહે છે, પરંતુ લાખ પ્રયત્નો કર્યા પછી પણ તે ઘરથી ભાગતા નથી, લોકો તેનાથી છૂટકારો મેળવવા માટે તેમના સ્તરે તમામ પગલાં લે છે. ઘણી વખત આ ઉપાયો કામ કરતા નથી. સમસ્યા યથાવત્ બની રહે છે.

ઉંદર તમારા ઘરનો બધો સામાન કોતરીને ખલાશ કરી નાખે છે. ઉંદર કોઈપણ વસ્તુને કોતરવાથી નથી છોડતા પછી ભલે સોફા હોય કે કપડા હોય, ઉંદર કોઈપણ વસ્તુને નથી છોડતા, જો રસોડામાં ખાવાની વસ્તુને કોતરી નાખે તે અજાણતા ખાવામાં લેવામાં આવે તો આપણા શરીર માટે ગંભીર બની શકે છે.

જો ઉંદર ઘરમાં એકઠા થઈ રહ્યા છે, તો તે પણ એક મોટી સમસ્યાનો સંકેત દર્શાવે છે. શક્ય છે કે જો ઘરમાં ઘણા બધા ઉંદરો એકઠા થઇ ગયા છે, તો પછી ઘરમાં એક મોટી મુશ્કેલી આવવાની છે. આ સરળ ઉપાય અપનાવશો તો ચોક્કસ જ તમે તમારા ઘરમાંથી ઉંદર દુર કરી શકશો. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ઉંદરના આતંકથી કેવી રીતે બચી શકો છો.

ફુદીનો: ફુદીનો જો ઉંદરે આખા ઘરમાં આતંક ફેલાવી દીધો છે તો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાંદડા કે ફૂલ લઈને વટો લો અને તેને ઉંદરના દર પાસે કે આવા જવાની જગ્યાઓ પાસે મૂકી દો. તેની ગંધથી ઉંદર તરત જ ભાગી જશે.

લાલ મરચા: લાલ મરચા ઉંદર ભગાડવા માટે ખૂબ જ સારો અસરકારક ઉપાય છે. જ્યાં થી ઉંદર વધુ આવે છે ત્યાં લાલ મરચાનો પાવડર નાખી દો એટલું કરવાથી ઉંદર ઘરમા નહી રહે ઘરમાંથી બહાર જતા જોવા મળશે અને બીજી વાર ઉંદર ઘરમાં પ્રવેશ કરશે નહિ.

માણસના વાળ: ઉંદરને ઘર માંથી ભગાડવા માટે આ સૌથી સરળ રીત છે માણસના વાળ. તમને જાણીને ભલે જ નવાઈ લાગે પણ ઉંદરને ભગાડવાનો આ સૌથી સારો ઉપાય છે કેમ કે માણસના વાળથી ઉંદર ભાગે છે. કેમ કે તે ગળવાથી તેનું મૃત્યુ થઇ જાય છે તેથી નજીક આવવાથી તે ઘણા ડરે છે.

WhatsApp Group Join Now