ઘરના આંગણામાં રાખો આ વસ્તુઓ, ઘર-પરિવારની ઉપર નહિ આવે કોઈ સંકટ

WhatsApp Group Join Now

મિત્રો, ઘર નુ પ્રાંગણ એ એક એવી જગ્યા છે કે જ્યા પરિવાર ના દરેક સભ્ય ખૂબ જ હળવાશ અનુભવે છે. આ પ્રાંગણમા બાળકો દરરોજ પોતાની રમતો રમે છે, ઘરની મહિલાઓ અહીં બેસીને ગપસપ કરે છે તેમજ શાકભાજી કાપવા જેવા ઘરના કામ કરે છે તથા ઘરના પુરુષો અહી બેસીને ન્યુઝપેપર વાંચે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે. શુ તમે જાણો છો કે, આ ઘર નુ પ્રાંગણ એ તમારા પરિવાર ની ખુશી ની ચાવી છે. આ પ્રાંગણ ની ઉર્જા જેટલી હકારાત્મક અને સકારાત્મક હશે તેટલુ જ ઘર નુ વાતાવરણ પણ ખુશનુમા રહેશે.

તમને જાણીને નવાઈ લાગશે કે, તમારા ઘર નુ પ્રાંગણ એ તમારા ઘર-પરિવાર ની આર્થિક સ્થિતિ , સારા નસીબ અને આરોગ્ય ને પણ અસર કરે છે. આવી સ્થિતિમા વાસ્તુ મુજબ આ પ્રાંગણ ગોઠવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આને ધ્યાનમા રાખીને આજે અમે તમને એવી પાંચ વસ્તુઓ વિશે જણાવીશુ કે, જે નિશ્ચિતરૂપે તમારા પ્રાંગણમા હોવી જોઈએ. જે લોકોના મકાનમા પ્રાંગણ નથી  તે આ ચીજોને તેમના ફ્લેટ ની બાજુમા અથવા ઘરના ચોરસ અથવા છત પર રાખવાનો પ્રયાસ કરી શકે છે.

તુલસી નો છોડ : દરેક ઘર ના પ્રાંગણમા તુલસી નો છોડ હોવો જોઈએ. ઘરમા તુલસી રાખવાના અનેકવિધ લાભ થાય છે. તુલસી ના પાન એ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે તો બીજી બાજુ તેને પ્રાંગણમા રાખવાથી ઘર ની અંદર નિરંતર સકારાત્મક ઉર્જા નો પ્રવાહ રહે છે. શક્ય હોય ત્યા સુધી તમારે આ તુલસી નો છોડ પ્રાંગણ ની મધ્યમા રાખવો જોઈએ. તમને આનો ખુબ જ વધારે લાભ મળશે.

દીવડો : દરેક ઘરના પ્રાંગણમા નિયમિત તુલસીના છોડ પાસે સવારે અને સાંજે દીવા પ્રગટાવવા જોઈએ. આ રીતે તુલસી ની પણ પૂજા પૂર્ણ થઇ જશે અને પ્રાંગણમા દીવડો મૂકવાનો નિયમ પણ પૂર્ણ થશે. એવુ માનવામા આવે છે કે, આ દીવાઓ ઘર ની નકારાત્મક ઉર્જા ને બાળી નાખે છે. આ રીતે ઘરમા ફક્ત સકારાત્મક ઉર્જાનુ નિર્માણ થતુ રહે છે.

પક્ષીઓ નુ ભોજન :  દરેક વ્યક્તિએ ઘર ના પ્રાંગણ , ટેરેસ અથવા બાલ્કનીમાં પક્ષીઓ માટે એક પ્લેટમાં ખોરાક અને પાણી મુકવુ જેથી, તમને અનેકગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ઘરના પ્રાંગણમા પક્ષીઓના કિલકાર નો અવાજ સંભળાય છે ત્યા ક્યારેય આર્થિક સંકટ આવતુ નથી. લીંબુ અને મરચુ : ઘરના પ્રાંગણમા લીંબુ અને મરચા અવશ્યપણે લટકાવીને રાખવા જોઇએ. તે ઘરમા કોઈપણ દુષ્ટ શક્તિ ને પ્રવેશતા અટકાવે છે. આ ઉપરાંત પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા બનાવે છે.

અગરબત્તી :  ઘરના પ્રાંગણમા નિયમિત સવારે અને સાંજે અગરબતી સળગાવી દેવી જોઈએ. આ અગરબતી ની સુગંધ એ ઘરના વાતાવરણ ને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો તુલસી ના છોડની નજીક તમે આ અગરબત્તી પણ લગાવી શકો છો. આ રીતે, તુલસી માતાની પૂજા કરવામા આવે તો તમારા ઘરમા હમેંશ સુખ અને સમૃદ્ધિ બની રહે.

WhatsApp Group Join Now