Diabetes Home Remedies : મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે તેમણે પોતાના ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આથી ડાયાબિટીસના દર્દીએ ડોક્ટર પાસેથી પોતાનો એક નિશ્ચિત ચાર્ટ બનાવી રાખવો જોઈએ.
આવો જ એક ખોરાક છે રાજમા. રાજમા વિશે સ્વાભાવિક છે કે, ડાયાબિટીસના દર્દીને સવાલ થતો હોય છે કે રાજમાનું સેવન કરવું જોઈએ કે નહિ. તો ચાલો આ વિશે વિગતે જાણી લઈએ.
Table of Contents
ઘણા પ્રકારના પોષકતત્વો, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર રાજમાનું ગ્લાઇસેમિક ઇંડેક્સ ઘણું ઓછું હોય છે, જે તમને પોષણ પ્રદાન કરવા અને શુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આથી જો તમે તમારું શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માંગતા હો તો તેના માટે રાજમાનું સેવન કરી શકો છો. તેમાં રહેલ પોષક તત્વો તમારું શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Read Also : Diabetes Tips : ડાયાબીટીસને કુદરતી રીતે કંટ્રોલમાં રાખવા ખાવ આ 6 વસ્તુઓ Diabetes Home Remedies
ડાયાબિટીસ આજકાલના સમયમાં ઘણી સામાન્ય સમસ્યા થઈ ગયી છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પરેશાન છે. તે એક લાઇલાજ બીમારી છે જેને સારસંભાળ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ ખરાબ ખાણીપીણી અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. તેવામાં જરૂરી છે કે, બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખવા માટે તમે તમારી ખાણીપીણી અને ખરાબ લાઇફસ્ટાઇલ પર વધારે ધ્યાન આપો.
ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે લોકો એ ઘણી વસ્તુઓથી કાળજી રાખવી પડતી હોય છે. અને અમુક સીમિત વસ્તુઓનું જ સેવન કરવું પડે છે. તેવામાં શું તમે જાણો છો કે, રાજમા ખાવાથી પણ તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો ? રાજમા ડાયાબિટીસના દર્દીઓ માટે એક હેલ્થી મિલ સાબિત થઈ શકે છે.
ઘણા પ્રકારના પોષકતત્વો, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર રાજમાનું ગ્લાઇસેમિક ઇંડેક્સ ઘણું ઓછું હોય છે જે તમને પોષણ પ્રદાન કરવામાં અને શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
Diabetes Home Remedies
ડાયાબિટીસના દર્દીઓ માટે રાજમા ખાવાના ફાયદા :
- રાજમા માત્ર સ્વાદમાં જ સારા નથી હોતા, પરંતુ તેને ખાવાના બીજા ઘણા ફાયદા છે. તે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે.
- તે સિવાય તે વજન ઘટાડવા અને હાડકાં મજબૂત બનાવવાનું કામ પણ કરે છે.
- રાજમાના સેવનથી કેન્સરનું જોખમ પણ ઘટાડી શકાય છે. આમ ડાયાબિટીસ કંટ્રોલ કરવાની સાથે તે અન્ય રીતે પણ તમારા શરીરને પોષણ પૂરું પાડે છે.
- હાઇ ફાઇબરથી ભરપૂર હોવાને કારણે તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખનો અનુભવ થતો નથી.
- તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની પ્રચુરતા હાડકાંને મજબુત કરીને ઓસ્ટીયોપોરોસિસને અટકાવવામાં મદદ કરે છે.
ન્યુટ્રિશનિસ્ટના મત મુજબ, રાજમામાં પ્રોટીનની સાથે જ ઉચ્ચ માત્રામાં ફાઈબર પણ જોવા મળે છે. રાજમા બધા જ ખાદ્ય પદાર્થોમાં સૌથી ઓછા ગ્લાઇસેમિક ઇંડેક્સ માંથી એક છે. જેના કારણે તે શુગરના દર્દીઓ માટે ઘણું ફાયદાકારક ગણવામાં આવે છે.
રાજમામાં રહેલું ગ્લાઇસેમિક ઇંડેક્સ : 55 થી ઓછું હોવા પર જીઆઇને લો ગણવામાં આવે છે. રાજમાનું જીઆઇ 24 હોય છે, જ્યારે ઓટ્સનું જીઆઇ 55 હોય છે. તેમ જ ઘઉંની રોટલીનું જીઆઇ 52 હોય છે. આથી રાજમા ડાયાબિટીસના રોગમાં મદદ કરી શકે છે.
1 કપ રાજમામાં જોવા મળતા પોષકતત્વો :
- 15 ગ્રામ પ્રોટીન, 1 ગ્રામથી ઓછી ફેટ, 11 ગ્રામ ફાઈબર, 29 ગ્રામ કાર્બ્સ. આમ, રાજમા ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માટે ડાયાબિટીસના દર્દીઓએ ચિંતા વગર રાજમાનું સેવન કરવું જોઈએ.
- આમ ડાયાબિટીસના દર્દી રાજમાંનું સેવન કરીને શરીરને ફીટ રાખી શકે છે. તેમજ જો તમારા હાડકા નબળા હોય તો તેમાં પણ રાજમા તમને પુરતું પોષણ આપે છે.
- આ સિવાય રાજમાં ફાઈબરથી ભરપુર હોવાના કારણે તમારો વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ Diabetes Home Remedies બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
Read Also : Hair Tips: બે મોઢાવાળા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઘરે બેઠા કરો આ 1 easy કામ
Important Links
નવી અપડેટ મેળવવા | Read Here |
WhatsApp Channel | Join WhatsApp Channel |
લીલા વટાણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. એ વાંચો Green Peas : લીલા વટાણાનું સેવન કરવાથી મળે છે અનેક ફાયદા