જમીન પર પલાઠી વાળીને જમવા બેસવાની પરંપરા કેટલા અંશે ઉપયોગી છે જાણો

WhatsApp Group Join Now

આપણા શાસ્ત્રમાં જમીન પર બેસીને ભોજન કરવા માટેના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ભલે જૂની પરંપરાને દરેક લોકો એનો રૂઢિવાદ સમજી લે, પરતું વ્યક્તિને સ્વસ્થ અને સુખી રાખવા માટે આ પરંપરા બનાવવામાં આવી હતી.ઘણી વાર આપણા વડીલો પાસે સાંભળ્યું હશે કે નીચે બેસીને જમવું જોઈએ. પરતું આપણે ક્યારેય આપણા વડીલોની વાત નથી માનતા.

ઘણી વાર અમુક બાબત સાચી પણ પડી શકે છે. આજે અમે તમને એવા જ અમુક ફાયદા વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જમીન પર બેસીને ભોજન કરવાથી ઘણા લાભ મળે છે. તો ચાલો જાણી લઈએ કે જમીન પર બેસીને ભોજન કરવાથી ક્યાં ક્યાં લાભ પ્રાપ્ત થાય છે.

  • જમીન પર બેસીને ખાવાનું ખાવાનો અર્થ ફક્ત ભોજન કરવા માત્ર જ નથી, પદ્માસન ની રીતે જોવામાં આવે છે. આ આસન આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ લાભપ્રદ સાબિત થઇ શકે છે.
  • આ આસનમાં બેસવાથી મનની એકાગ્રતા માં વધારો થાય છે, અને માનસિક તનાવ પણ દુર થઇ જાય છે.
  • આ રીતે બેસીને ભોજન કરવાથી એક રીતે યોગ થાય છે તથા પાચન ક્રિયા સારી રહે છે.
  • મોટાપો, અપચાની સમસ્યા, કબજિયાતની સમસ્યા, એસીડીટીની સમસ્યા વગેરે પેટની બીમારીઓ થઇ શકતી નથી તેમજ મન પણ એકદમ શાંત રહે છે.
  • જમીન પર બેસવા માટે ગોઠણને વાળવા પડે છે. જેનાથી તમારા ગોઠણનો પણ એકદમ સારી રીતે વ્યાયામ થઇ જાય છે.
  • આ રીતે જમીન પર બેસીને ભોજન કરવાથી શરીરમાં રક્ત સંચાર પણ ખુબ જ યોગ્ય રીતે કામ કરે છે અને ભોજન પણ ખુબ જ જલ્દી પચી જાય છે. જેથી હદય તેમજ શરીરના અન્ય અંગોને પણ ઘણી ઓછી મહેનત કરવી પડે છે.
WhatsApp Group Join Now