ઘરે બેઠા વાળ ઘાટા અને કાળા બનાવવાની રીત

WhatsApp Group Join Now

આજકાલ પ્રદૂષણના કારણે વ્યક્તિના વાળ ને લગતી ઘણી બધી તકલીફ થતી હોય છે. તે ઉપરાંત યુવાન વયમાં વ્યક્તિના વાળ સફેદ થવા લાગે છે. આજે અમે તમને વાળની સુંદરતા જળવાઇ રહે તથા તેમની કાળાશ જળવાઈ રહે તે માટે અલગ-અલગ ઉપાય ની જાણકારી આપવાના છે.

તે ઉપરાંત વાળ સુંદર કઈ રીતે લાગી શકે તે વિશે પણ જાણકારી આપવાના છે. બજારમાં મળતા હેર કલર માં ઘણા બધા કેમિકલ્સ હોય છે. તે તમારા વાળને સફેદ વાળને કાળા કરી શકે છે. પરંતુ તમે તેમને ખૂબ જ લાંબા સમય સુધી રાખી શકતા નથી.

તે ઉપરાંત તે આપણી ચામડી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. પરંતુ આજે અમે તમને સરળ રીતે વાળને સુગંધી તેમ જ સુંદર કઈ રીતે બનાવી શકાય એ વિશે જાણકારી આપવાના છીએ.

કાળી ચા:જેને બ્લેક ટી કહેવામાં આવે છે. તેની મદદથી તમે તમારા વાળને સુંદર બનાવી શકો છો. આ માટે તમારે બે ચમચી બ્લેક ટી અને બે કપ પાણીની જરૂરીયાત પડશે. ત્યારે સૌપ્રથમ કાળી ચા ને ગરમ પાણીમાં પલાળી લો.ત્યાર બાદ તેને પાણીમાં પલાળવા દો. હવે ત્યાર પછી આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દો અને ત્યાર પછી આ મિશ્રણને જો વાળ ધોયેલા હોય તો તેના ઉપર લગાવી દેવી. ત્યાર પછી એક કલાક પછી જ્યારે વાળ સૂકાઈ જાય ત્યારે ઠંડા પાણીની મદદથી વાળ ધોઈ નાખવા.

બ્લેક ખૂબ જ વધારે પ્રમાણમાં કેફીનના તત્વો હોય છે. તે ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ થી ભરપુર હોય છે. તે આપણા વાળને ચમક જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી થઈ છે. તે ઉપરાંત સફેદ વાળને કવર કરવા માટે પણ ઉપયોગી સાબિત થઈ છે. તે ઉપરાંત વાળના મુળિયા મજબૂત કરવા માટે પણ બ્લેક ટી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.

આમળા અને મહેંદી નું મિશ્રણ;આ કુદરતી હેર કલર બનાવવા માટે તમારે ત્રણ ચમચી આંબળાનો પાઉડર અને બે ચમચી મહેંદી અને એક ચમચી કોફી નો પાવડર જોઈએ છે. આ બધી સામગ્રીને નિયમિત રીતે સરખી હલાવી અને મિક્સ કરી લો.ત્યારબાદ આ મિશ્રણ એકદમ ઘટ્ટ થવા લાગે તો તેમાં પાણી એડ કરવું અને આ મિશ્રણ વાળમાં લગાવી દેવું.

પરંતુ ધ્યાન રાખવું કે બધા જ સફેદ વાળા હોય તેનાથી મિશ્રણ કવર થઇ જાય. ત્યારબાદ એક કલાક પછી આ વાળને કોઈપણ સુગંધીદાર શેમ્પૂની મદદથી ધોઈ નાખવાના. આમલા અને મહેંદી બંને વાળને ખૂબ જ વધારે પ્રમાણમાં પોષણ આપે છે. વાળને ભેજવાળા રાખવા માટે મદદરૂપ થાય છે. આ બંનેનું મિશ્રણ વાળ માટે કુદરતી કલર નું કામ કરતું હોય છે.

આમળા અને મેથીનું મિશ્રણ;આ માટે તમારે આમળા અને આખી મેથી જોઈશે. ત્યારબાદ મેથીને મિક્સરમાં પીસી અને તેને આમળાના પાવડરમાં મિક્સ કરી દેવું. ત્યારબાદ તેમાં થોડું પાણી મેળવી અને ખાંડનું મિશ્રણ તૈયાર કરી દેવું. ત્યારબાદ માથા ઉપર ચામડીમાં તથા વાળ ઉપર આખી રાત આ મિશ્રણને લગાવી દેવું.

બીજા દિવસે સવારે શેમ્પૂથી ધોઇ નાખવું. આમળાંમાં વિટામિન-સી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત વાળ માટે આમળાનું સેવન ખૂબ જ ફાયદાકારક જણાવવામાં આવ્યું છે. મેથી પણ ખૂબ જ વધારે અવશધીય ગુણ ધરાવે છે.

આ બંનેનું મિશ્રણ કુદરતી કલર આપે છે. તે ઉપરાંત વાળને પોષણ પણ આપે છે. તે ઉપરાંત ડુંગળીનો રસ લીમડાનાં પાન, નારિયેળનું તેલ વગેરે તે ઉપરાંત બદામ અને લીંબુનો રસ આ બધા મિશ્રણને મિક્સ કરી અને કુદરતી હેર કલર પણ બને છે.

WhatsApp Group Join Now