કેટલાક ઘર માં સમસ્યાઓ પોતાનું ઘર બનાવી લે છે અને તે ઘરમાં રોજ લડાઇ-ઝઘડા, આર્થિક સમસ્યા થતી રહે છે. જોકે, આ દરેક ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાના કારણથી થાય છે. આ દરેકનું કારણ તમારા ઘરમાં રહેલા કરોળિયા ના જાળું છે. નકારાત્મક ઉર્જા ને આમંત્રિત કરે છે.
ઘર માં લાગેલું કરોળિયા નું જાળું અશુભતાની નિશાની છે. વાસ્તુ શાસ્ત્ર ની માનીએ તો કરોળિયાનું જાળું ઘર માં વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે તે ઘર માં નકારાત્મક ઉર્જા ને વધારવાની સાથે- સાથે બીમારીઓ ને પણ આમંત્રણ આપીએ છે. ઘર ના સદસ્યો માં હંમેશા આળસ, સ્વભાવ માં ચીડચીડિયો, નકારાત્મક વિચાર આવવા પાછળ પણ તે કારણ હોઈ શકે છે.
કરોળિયના જાળાને દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કરોળિયા ના જાળાથી ઘરની બરકત પર અસર થાય છે. કરોળિયાના જાળા હોય છે ત્યાં મહાલક્ષ્મી નિવાસ કરતા નથી. જે ઘરમાં કે ભવનમાં નિયમિત સ્વચ્છતા રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મી ની કૃપા રહે છે એવું શાસ્ત્રોક્ત વિધાન છે.
કરોળિયાના જાળા ખરાબ શક્તિ ને તેની તરફ આકર્ષિત કરે છે. ઘર માં સકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને નકારાત્મક ઉર્જાની અસર વધવા લાગે છે. જેનાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવા લાગે છે. જેથી ઘર માંથી કરોળિયા ના જાળા હટાવી દેવા જોઇએ.
ઘરમાં કરોળિયાના જાળા હોય છે ત્યાં સુખ શાંતિ હોતી નથી પરંતુ આવનાર દિવસ માં કોઇને કોઇ કંકાશ થતો રહે છે મનુષ્ય કોઇ કાર્ય કરી શકતા નથી. આવા વાતાવરણ માં રહેવું તો દૂર ઉભા રહેવું પણ પસંદ કરતા નથી. જેથી કોઇપણ દેવ તમારા ઘરમાં રહેતા નથી જે તમારા ઘર ની સ્થિતિ ને વધારે ભયાનક બનાવી દે છે.