જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓ અંગે જણાવ્યુ છે કે આ રાશિના જાતકો ખુબજ બુદ્ધિમાન હોય છે. રાશિઓ ના આધાર પર વ્યક્તિના સ્વભાવ અને યોગ્યતા જાણી શકાય છે. એ રાશીનું નામ છે કર્ક રાશિ. કર્ક રાશિ ચક્રની ચોથી રાશિ છે. આ રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ હોય છે. કર્ક લગ્નવાળા જાતકો પર ચંદ્રનો પ્રભાવ જોવા મળે છે.
ચંદ્ર ગ્રહ મનનો કારક છે. આ રાશિના જાતકો આ કારણે જ ખુબજ ચંચળ હોય છે. તેમના કાર્યો અને વિચારોમાં ચંચળતા જોવા મળે છે. આ રાશિના જાતકોમાં બીજી બધી ખુબીઓ રહેલી હોય છે. સાથે કેટલાક દોષ પણ રહેલા હોય છે. આઓ આજે જાણીએ કર્ક રાશિના સ્વભાવની કેટલીક ખાસ વાતો.
કર્ક રાશિના જાતકો તેમની બુદ્ધિથી આસપાસ રહેલા લોકોના દિલ પર રાજ કરે છે. જો તેઓ કોઈ પણ વસ્તુ સાથે સુમેળમાં આવે તો તે કરીને તે મરી જાય છે. તેઓ જાણતા હોય છે કે કેવી રીતે અન્ય લોકો પાસે ચતુરાઈથી કામ કરવું.કર્ક રાશિના જાતકોનો ચહેરો ગોળાકાર હોય છે. દેખાવમાં આકર્ષક હોય છે. મજબુત બાંધો અને પાણીદાર આંખો હોય છે.
રંગ ગોરો હોય છે. આ રાશિના જાતકો ગમે તેવી મુશ્કેલીમાં પણ રસ્તો કાઢી લેતા હોય છે. તેમને સ્વતંત્રતા પસંદ છે. જો કે અનિયમિતતાને કારણે કેટલાક કામો બગડે. તેમનો સ્વભાવ જીદ્દી હોય છે. આ જ કારણે તેમને મુશ્કેલીઓ નડે. આ રાશિના જાતકોનો ગુરૂ મજબુત હોય છે. સંસ્થા કે સામાજીક કાર્યોમાં રસ ધરાવે.
આ રાશિના લોકો મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે. તેમનામાં નવી વસ્તુઓ જાણવાની ઉત્સુકતા છે. તેઓ જે પણ કામ હાથમાં લે છે, તે ફક્ત તે જ કરે છે. તથા તેમના માટે કોઇ કામ પરાણે કરાવવુ અઘરૂ હોય છે.કર્ક રાશિવાળા ખુબજ લાગણીશીલ, વિશ્વાસપાત્ર અને બિન્દાસ અંદાજના હોય છે.