રસોડાની આ 5 વસ્તુની નથી હોતી કોઈ એક્સપાઈરી ડેટ

WhatsApp Group Join Now

રસોડાની આ 5 વસ્તુની નથી હોતી કોઈ એક્સપાઈરી ડેટ.

ઘરના કિચનમા મળનારી કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેમનો ઘરના ખાવામાં રેગ્યુલર ઉપયોગ નથી થતો, જેને કારણે તે વસ્તુઓ ઘરમાં એમને એમ જ રાખવામાં આવે છે. આવી વસ્તુઓ લાંબા સમય સુધી પડી રહેવાથી આપણે તેને બેકાર સમજીને ફેંકી દઈએ છીએ.

હાલ ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે. અને આ મોસમમાં એવી અનેક વસ્તુઓ છે, જે જલ્દીથી ખરાબ થઈ જાય છે. જેમ કે, તમને ખબર છે કે કેટલાક ખાદ્ય પદાર્થો પર એક્સપાઈરી ડેટ લખેલી હોય છે. જેનો સમય પૂરો થવા પર આપણે તેને ફેંકી દઈએ છીએ. પરંતુ કેટલાક ખાદ્ય પદાર્થ એવા છે, જેમની એક્સપાઈરી ડેટ નથી હોતી. તો આજે જાણી લો આવા કેટલાક પદાર્થો વિશે…

રસોડાની આ 5 વસ્તુની નથી હોતી કોઈ એક્સપાઈરી ડેટ.

સફેદ ચોખા ક્યારેય ખરાબ થતા નથી, તે 30 વર્ષો સુધી ચાલી શકે છે. જો તેમની વ્યવસ્થિત સંભાળ રાખવામાં આવે, તો તે ક્યારેય ખરાબ થતા નથી. સફેદ ચોખાને 40 ડિગ્રીથી ઓછા તાપમાનવાળી જગ્યા પર રાખવાથી તે ક્યારેય ખરાબ નથી થતા.

મિલ્ક પાવડર પણ ખરાબ નથી થતો. મિલ્ક પાવડર દૂધના પાવડર કે સૂકા દૂધ ડેરી નિર્મિત પ્રોડક્ટ છે. તે દૂધના બાષ્પથી કે તેને સૂકો કરીને બનાવવામાં આવે છે. લિક્વિડ મિલ્કની અપેક્ષાએ મિલ્ક પાવડર લાંબા સમય સુધી ખરાબ નથી થતા. તેને તમને જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરી શકો છો.

સૂખા બીન્સ જેમ કે, રાજમા, મટર અને સોયબીન પણ ક્યારેય ખરાબ નથી થતા. જો તેને સારી રીતે રાખવામાં આવે, તો આ વસ્તુઓ લાંબા સમય સુધી સાચવી શકાય છે અને ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે.

મધ એક પ્રાકૃતિક પ્રોડક્ટ છે અને તે ક્યારેય ખરાબ નથી થતું અને લાંબા સમય સુધી ટકી રહે છે. મધમાખીઓ મધને બનાવે છે, અને તેનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શકો છો.

ખાંડ પણ ક્યારેય ખરાબ નથી થતી, તે બેક્ટેરિયા રહિત હોય છે. ખાંડને સાફ અને તાજી રાખવી મુશ્કેલ છે, અને તેને કઠોરતાથી બચાવવાની જરૂર છે. તેથી ખાંડને એવા ડબ્બામાં રાખવી જેમાં હવા અંદર ન જાય. અને જરૂર પડવા પર તમે તેનો ઉપયોગ કરી શકો છો.

નવી અપડેટ મેળવવાઅહી ક્લિક કરો
WhatsApp ChannelJoin WhatsApp Channel

WhatsApp Group Join Now