જયોતિષ મુજબ કુંડળીમાં રાહુ હોય તો આપે છે શુભ-અશુભ સ્થિતિઓ

WhatsApp Group Join Now

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશી મુજબ કુંડળીમાં ગ્રહો ની ચલ બદલાતી રહે છે. જયારે કોઈ ગ્રહ કુંડળીમાં યોગ્ય સ્થાને હોય ત્યારે જીવન માં બધું જ શુભ થાય છે. પરંતુ ગ્રહની દિશા યોગ્ય થાય ત્યારે આફતો ના વાદળ તૂટી પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ કહેવામાં આવે છે. જો કુંડળીમાં રાહુ ગ્રહ મજબુત સ્થિતિમાં હોય તો શુભ ફળ આપે છે.

 

જો કમજોર હોય તો બીમારીઓ, પરેશાનીઓ અસફળતા અપાવે છે.રાહુની કમજોર અને મજબુત સ્થિતિ કુંડળીમાં તેના સ્થાન અને અન્ય ગ્રહોની યુતિ નિર્ધારિત કરે છે. રાહુના કારણે જાતક ખરાબ આદતોનો શિકાર બને છે. કુંડળીમાં રાહુનુ નામ આવતાજ લોકોના મનમાં ભય અને દર્દ ઉત્પન્ન થવા લાગે છે. આવુ એટલે થાય છે કે રાહુ બીજા ગ્રહો સાથે મળીને અશુભ યોગનું નિર્માણ કરે છે અને જાતકોને દુષ્પરિણામ ભોગવવુ પડે છે.

જેવી રીતે શુક્રની સાથે રાહુની યુતિ વ્યક્તિને ખરાબ આદત તરફ લઇ જાય છે. આવી વ્યક્તિનું નૈતિક પતન થવા લાગે છે. વ્યક્તિ અધર્મી બની જાય છે.જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ સતત આવવા લાગે છે. જ્યારે રાહુ દેવગુરુ ગુરુ સાથે જોડાશે, ત્યારે તેની કેટલીક શુભ અને અશુભ અસરો થશે. બંને ગ્રહોની યુતીને લીધે, વ્યક્તિ લાંબુ આયુષ્ય ભોગવે છે, પરંતુ તેના જીવનમાં મુશ્કેલીઓ રહે છે. તેનું જીવન સંઘર્ષમાં પસાર થાય છે.

પિતા અને પુત્ર વચ્ચે વિવાદ કરે છે. જો રાહુ શનિ સાથે કુંડળીમાં સ્થિત હોય, તો આવી વ્યક્તિ રહસ્યમય અને ચાલાક હોય છે. આ લોકો ખોટી રીતે ઘણા પૈસા બનાવે છે. આ યોગની અસર ખૂબ જ અશુભ છે. પિતા-પુત્રમાં વિવાદ અને સમસ્યાઓ લાવે છે. માથાને લગતા રોગોને જન્મ આપે છે.આ યોગને કારણે વ્યક્તિને માનસિક સમસ્યાઓ થાય છે. વ્યક્તિ સૌથી વધુ તાણમાં હોય છે. આ યોગ ભાઈ માટે અશુભ છે. લોહીને લગતી સમસ્યા હોઈ શકે છે.

રાહુનો આ યોગ વ્યક્તિને માથા સંબંધિત રોગોનું કારણ બની શકે છે. કુંડળીમાં રાહુની શુભ સ્થિતિ વ્યક્તિના ભાગ્યને વધુ ગતી આપે છે. રાહુના શુભ પ્રભાવોને લીધે, વ્યક્તિ ખુબજ હોશિયાર હોય છે. રાહુને કારણે જાતકને સમાજમાં તેમની આદરણીય છબી સ્થાપિત કરવામાં સફળ થાય છે. તેઓ ધર્મનું ખૂબ જ સારી રીતે પાલન કરે છે.સમાજમાં એક માન મોભો ધરાવે છે. રાહુના કારણે હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે.

WhatsApp Group Join Now