જાણો આ રાશિના લોકોને થશે ફાયદો સાથે રાખો આવા રંગ નું પર્સ….

WhatsApp Group Join Now

લોકો ને અલગ અલગ રંગના પર્સ રાખવા પસંદ હોય છે. ઘણા લોકો એમના પર્સ માં એમની કે એમના માતા પિતા ની તસ્વીર રાખે છે. અમુક લોકો દેવી દેવતાની તસ્વીર રાખતા હોય છે. અમુક લોકો ને ડિજાઇન પ્રમાણે પર્સ પસંદ હોય છે તો અમુક લોકો રંગ પ્રમાણે પર્સ પસંદ કરે છે. પર્સ માં પણ અલગ અલગ રંગ હોય છે. ઘણા લોકો ને અમુક રંગ લક્કી હોય છે, જેના કારણે તેઓ એવા જ રંગની વસ્તુ વધારે પસંદ કરે છે.દરેક વસ્તુ જો રાશિ અનુસાર કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે.

જો તમારી પાસે હંમેશા જ આર્થિક તંગી રહે છે તો તે કોઇપણ કારણ વગર તમારી પાસે પૈસા રહેતા નથી. પૈસા આવતા જ ખર્ચ થઇ જાય છે. તો તમારી આ સમસ્યાનો ઉકેલ અમારી પાસે છે. તેનું કારણ તમારા પાકીટનો રંગ પણ હોય શકે છે. આજે અમે તમને જણાવી દઈએ કે કઈ રાશિના લોકો ને કેવા રંગ નું પર્સ રાખવું જોઈએ. તો ચાલો જાણી લઈએ કે રાશી મુજબ કેવા રંગનું પર્સ રાખવાથી શુભ પરિણામ મળે છે.

મેષ, કન્યા, મિથુન:  તેમની પાસે મલ્ટી કલર કે હળવા રંગનું પર્સ રાખવું જોઇએ. આ રાશિના જાતકોએ તેમના પર્સમાં વધારે સામાન ન રાખવો જોઇએ. ધ્યાન રહે કે, પર્સમાં આછા વાદળી રંગનો રૂમાલ રાખો.

તુલા, વૃશ્વિક, ધન: આ રાશિના લોકોએ તેમની પાસે લાલ કે બ્રાઉન રંગનું પર્સ રાખવું જોઇએ. જે ખૂબ લાભદાયી હોય છે. તમારા પર્સમાં બિનજરૂરી વસ્તુઓ ના રાખો. પરંતુ પર્સમાં થોડીક દુર્વા રાખો.

મકર, કુંભ અને મીન: લાલ કે કોફી કલરનું પર્સ રાખવું જોઇએ. ધ્યાન રહે કે ક્યારેય પર્સને ખાલી ન રાખો. તેમા તમે ચાંદીની વસ્તુ અવશ્ય રાખો.

કર્ક, સિંહ, વૃષભ: આ રાશિના જાતકોએ તેમની પાસે ક્રીમ કે પીળા રંગનું પર્સ રાખવું જોઈએ જે શુભ માનવામાં આવે છે અને પર્સમાં બિનજરૂરી કાગળ ન રાખવા જોઇએ. ધ્યાન રહે કે તમે તમાર પર્સમાં લાલ ચંદનનું લાકડું અવશ્ય રાખો.

WhatsApp Group Join Now