મગની દાળનું પાણી પીવાથી થાય છે અનેક પ્રકારના ચમત્કારીક ફાયદા

WhatsApp Group Join Now

મગની દાળ એક એવી દાળ છે જે દરેક ઘરમાં અઠવાડિયામાં એક દિવસ તો જરૂર બને જ છે. કેમ કે આ દાળ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. પણ તેમાં જે સૌથી મોટો ફાયદો કરે છે તે છે મગની દાળનું પાણી. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દાળના સેવનથી શરીરને જરૂરી પોષક તત્વોનો અભાવ દૂર કરી શકાય છે.

આ દાળમાં વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડીયમ, કાર્બોહાઈડ્રેટ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે. મગની દાળ ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો સામે પણ રક્ષણ આપે છે. આજે, મગની દાળનું પાણી બનાવવાની રીત જણાવીશું અને તમને જણાવીએ મગની દાળનું પાણી પીવાથી બીજા કયા ફાયદા થાય છે.

સૌ પ્રથમ મગની દાળનું પાણી બનાવવા માટે પ્રેશર કૂકરમાં બે કપ પાણી ગરમ કરો. પાણી ગરમ થાય એટલે સ્વાદ મુજબ મગ દાળ, હળદર અને મીઠું નાખો અને લગભગ 2 થી 3 સીટી આવે ત્યાં સુધી સીજવા દો. આ પછી દાળને સારી રીતે મેશ કરી લો. હવે તૈયાર છે મગની દાળનું પાણી…

ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થનારી બીમારી એ ખતરનાક રોગ છે.મગની દાળના પાણીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ દાળના પાણીથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જેથી તમે ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીથી બચી શકો છો.

મગ દાળ ઘણી જ હળવી હોય છે, જેને કારણે તે સરળતાથી પચી જાય છે. સાથે જ મગની દાળનું પાણી પીવાથી ગેસ સંબંધિત તકલીફો થતી નથી. અને શરીરની ઈમ્યુન સીસ્ટમ નબળી થઇ જવા ઉપર તે એનર્જીની જરૂરિયાતને પણ પૂરી પડે છે. તે ઉપરાંત મગ દાળનું પાણી તમારા મગજ માટે પણ ફાયદાકારક હોય છે.

નવજાત શિશુ માટે પણ મગની દાળનું પાણી ઘણું ફાયદાકારક હોય છે. તે શિશુની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેની સાથે જ તેમનું ખાવાનું પણ જલ્દી પચાવી દે છે.

WhatsApp Group Join Now