ચામડીના રોગ મટાડવા માટે સૌથી કારગર ઉપાય છે મહેંદી

WhatsApp Group Join Now

દેવી પાર્વતીની પૂજા માટે અનેક તીજ-તહેવાર હોય છે. જેમાં મહેંદીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. મહેંદી સોળ શ્રૃંગારમાંથી એક છે. એટલે પતિના લાંબા આયુષ્ય, સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે કરવામાં આવતાં દેવી પાર્વતીના વ્રત મહેંદી લગાવ્યાં વિના કરવામાં આવતાં નથી. ભારતમાં મહેંદી લગાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. દેશમાં લગભગ દર જગ્યાએ મહેંદી લગાવવાનો રિવાજ છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મહેંદીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે.

આયુર્વેદ માં લીલો રંગ અનેક બીમારીઓને રોકવામાં કારગર માનવામાં આવે છે. મહેંદીની સુગંધ અને ઠંડક સ્ટ્રેસને પણ ઘટાડે છે. જેના કારણે મહેંદી લગાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મહેંદીની શીતળતા તણાવ, માથાનો દુખાવો અને તાવથી રાહત અપાવે છે.  મહેંદી લગાવવાથી ચામડીના અનેક રોગ દૂર થાય છે. તો જાણી લો તમે પણ મહેંદીના આ ફાયદાઓ વિશે…

ચામડીનો રોગ: ચામડી ના રોગને જડથી ખતમ કરવા માટે મહેંદીની છાલ ખૂબ કામ આવી શકે છે. આ માટે તમારે આ છાલનો કાઢો બનાવીને તેનું સેવન કરવુ પડશે. આ કાઢો તમારે સવા મહિના સુધી પીવો પડશે.

દાઝ્યા પર: આગથી જો કોઈ અંગ દઝાયા હોય તો મહેંદી ના પાનનો ઘટ્ટ લેપ તૈયાર કરો અને તેને દાઝેલા સ્થાન પર લગાવો. તેનાથી બળતરા તરત શાંત થઈ જાય છે અને ઘા પણ ઝડપથી ભરાઇ જાય છે.

મોઢાના ચાંદા: મોઢાના ચાંદાને દૂર કરવા માટે મહેંદી સૌથી કારગર ઉપાય છે. તેના પાનને ચાવવાથી મોઢાના ચાંદા ઠીક થઈ જાય છે.

પથરી: અડધો લીટર પાણીમાં 50 ગ્રામ મહેંદી ના પાનને વાટીને મિક્સ કરી લો અને પછી તેને ઉકાળી લો. ઉકાળ્યા પછી જ્યારે 100 ગ્રામ પાણી બચે ત્યારે તેને ગાળી લો અને તેનું સેવન કરો. આ ઉપાય પથરીના દુખાવાથી રાહત અપાવે છે.

WhatsApp Group Join Now