માનસિક શાંતિ તથા ગુસ્સા પર કાબૂ મેળવવા નિયમિત કરો આ મંત્રનો જાપ

WhatsApp Group Join Now

લગભગ મોટા ભાગના લોકો ને આ મંત્ર આવડતો હશે પરંતુ ઘણા લોકો તેનો સાચો અર્થ નહિ જાણતા હોય. તો આજે અમે જણાવીશું વિસ્તારથી. ચાલો જાણીએ ગાયત્રી મંત્રનો અર્થ, મહત્વ અને તેનાથી થતા લાભ વિશે. આ મંત્ર નો જાપ કરવાથી ઘણા લાભ મળે છે. આ મંત્ર ને સાવિત્રી મંત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ ભક્ત સાફ દિલથી અને સાચા મનથી આ મંત્રનો જાપ કરે છે તો એને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે.

ગાયત્રી મંત્રનો જાપ સુર્યની સ્તુતિમાં કરવાથી ઉતમ માનવામાં આવે છે. આ મંત્રનો શાબ્દિક અર્થ પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંત:કરણમાં ધારણ કરીએ. એ પરમાત્મા અમારી બુદ્ધિને સાચા માર્ગમાં પ્રેરિત કરે, આ રીતે એનો અર્થ થાય છે.

ॐ भूर्भुवः स्वः, तत्सवितुर्वरेण्यं| भर्गो देवस्यः धीमहि, धियो यो नः प्रचोदयात्||

આ મંત્રને ભારતીય સંસ્કૃતિમાં ‘માં’ તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મના શાસ્ત્રોમાં આ મંત્ર ને ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ગાયત્રી વેદ માતા છે અને માતા એના ભક્તોના બધા પાપોનો નાશ કરે છે. ગાયત્રીને સૌથી શક્તિશાળી દેવી કહેવામાં આવ્યા છે. આ ગાયત્રી મંત્ર હિંદુ ધર્મનો સૌથી શ્રેષ્ઠ મંત્ર છે. સ્થૂળ, સુક્ષ્મ અને કારણ આ ત્રણ પ્રકારના દુઃખો માટે ઓળખાય છે. એટલા માટે આ મંત્રનો જાપ ત્રણ સમયે કરવામાં આવે છે.

૧. સવારે સૂર્યોદય પહેલા અને સૂર્યોદય થાય ત્યાં સુધી. ૨. બપોરના સમયે. ૩. અને સાંજના સમયે સુર્યાસ્તના થોડા સમય પહેલા

  • આ મંત્ર ના જાપ કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ અને ખુશી મળે છે. આ મંત્ર ગુસ્સા પર નિયંત્રણ રાખવા માટે પણ ઉપયોગી છે.
  • આ મંત્ર ના જાપ થી દરેક વિદ્યાર્થી નું મગજ ખુબ જ સારી રીતે કામ કરવા લાગે છે, અને તેની યાદશક્તિ માં ખુબ જ વધારો થાય છે. આ મંત્રનો જાપ કરનાર વિદ્યાર્થી દરેક પ્રકારની મુશ્કેલ વિદ્યામાં પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ મંત્ર નો જાપ વિદ્યામાં વધારો કરે છે.
  • ઘણા વ્યક્તિ ને ઘણા પ્રયત્ન કરવા છતાં પણ એ કોઈ પણ ધંધા માં સફળ થઇ શકતો નથી અને સારી એવી નોકરી પણ મળતી નથી તો એ વ્યક્તિ એ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરવું જોઈર. આ મંત્ર ના જાપ થી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરમાં ગરીબી નો નાશ થાય છે.
WhatsApp Group Join Now