મસાની સમસ્યા દુર કરવા નિયમિત કરો આ વસ્તુઓનું સેવન

WhatsApp Group Join Now

પાઈલ્સ એક ગંભીર બીમારી છે. સામાન્ય રીતે મળાશય અને મળમાર્ગમાં પાઈલ્સ જોવા મળતા હોય છે. પાઈલ્સના દર્દી માટે મળત્યાગ કરવો ખૂબ જ દર્દનાક અને તકલીફ આપનારું હોય છે. સાથે જ તેમને લોહી પડવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે. પાઈલ્સ બે પ્રકારના હોય છે. આંતરીક અને બાહ્ય. આંતરીક પાઈલ્સમાં મળ ત્યાગની સાથે લોહી પડવાની પણ સમસ્યા જોવા મળે છે, જ્યારે બાહ્ય પાઈલ્સમાં મળમાર્ગની આસપાસ સોજો આવી જાય છે અને દુખાવાનો અનુભવ થાય છે.

પાઈલ્સ એક એવી સમસ્યા છે જે કોઈપણ વયના વ્યક્તિને થઈ શકે છે. મોટાભાગે ખોટા ખાનપાનની ટેવને કારણે પાઈલ્સની સમસ્યા જોવા મળતી હોય છે. પોતાની ખાણીપીણીની આદતોમાં થોડા ફેરફાર કરીને અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી પાઈલ્સની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

કેળા અને કિવી

જો આ બીમારીથી પીડિત વ્યક્તિ કેળાનું સેવન કરે તો તેને ઘણી રાહત મળે છે. કેળા ગુદામા સોજો અને બળતરા ઓછી કરે છે. કેળા એન્ટીબેક્ટેરિયલ હોવાના સંદર્ભમાં પાઇલ્સની ઘરેલું સારવાર માટે એક ઉત્તમ ખોરાક છે. આ સાથે જ કીવીના એક સર્વિંગમાં 3 ગ્રામ ફાઈબર અને પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે. તે લેક્સેટિવ તરીકે કામ કરે છે. કીવીમાં રહેલું એન્ઝાઇમ ઝાયક્ટીનેઝ પાચન સુધારે છે.

લીલા શાકભાજી

લીલા પાંદડાયુક્ત શાકભાજી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીલા પાંદડાયુક્ત શાકભાજીમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે જ તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફાઈબર પાચનતંત્ર માટે શ્રેષ્ઠ માનવામાં આવ છે. પાઈલ્સના દર્દીઓને પણ વધુ પ્રમાણમાં ફાઈબર ખાવાની સલાહ આપવામાં આવે છે. પાલક, મેથી, મૂળાની ભાજી વગેરેનું સેવન વધુ પ્રમાણમાં કરવું લાભદાયક છે.

આખા અનાજનું સેવન

આખું અનાજ પોષક તત્વોનુ પાવર હાઉસ ગણાય છે. આખા અનાજમાં પણ ફાઈબરનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે. તમે બ્રાઉન રાઈસ, ઓટ્સ, રાગી, જવ અને મકાઈનું ભરપૂર પ્રમાણમાં સેવન કરી શકો છો. આખા અનાજમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. તેનું સેવન કરવાથી મળ નરમ થાય છે અને મળ ત્યાગ દરમિયાન દુખાવો ઓછો થાય છે.

બ્રોકલી

જો તમે પાઈલ્સની સમસ્યાથી પરેશાન હોવ તો તમારા રોજીંદા આહારમાં બ્રોકલી, ફ્લાવર, કોબીજ, મૂળા, શલગમ વગેરેનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે જ તેમા ઈનસોલેબલ ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. 1 કપ (76 ગ્રામ) કાચી બ્રોકોલી લગભગ 2 ગ્રામ ડાયેટરી ફાઇબર પ્રદાન કરે છે, જે ઈનસોલેબલ છે. આ તમારા ખોરાકને સુપાચ્ય બનાવે છે, જેથી મળ ત્યાગ દરમ્યાન દુખાવો પણ ઓછો થાય છે.

દહીં અને છાશ

દહીં અથવા છાશ પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે. દહીં અને છાશના સેવનથી આંતરડાના માઈક્રોબ્સને હેલ્ધી બનાવે છે અને પાચનને સુધારે છે. તમારા દૈનિક આહારમાં દહીં અથવા છાશનો સમાવેશ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. આ બન્ને વસ્તુઓના નિયમિત ઉપયોગથી પાઈલ્સના લક્ષણોમાં પણ રાહત મળે છે.

કેપ્સિકમ

કેપ્સિકમ પાઈલ્સમાં ઉપયોગી એક અન્ય શાકભાજી છે. 1 કપ એટલે કે 92 ગ્રામ કેપ્સકમના પ્રત્યેક સર્વમાં 2 ગ્રામ ફાઈબર હોય છે. આ સાથે જ તેમાં 93 ટકા વોટર કન્ટેન્ટ હોય છે, જે પાચનમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે.

સફરજન

સફરજન ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે જ્યારે છાલ સાથે સફરજનનું સેવન કરવામાં આવે તો, તેમાંથી 4.4 ગ્રામ ફાઇબર મળી રહે છે. સફરજનની છાલમાં ઈન્સોલ્યુબલ ફાઈબર હોય છે. આ ફાઈબરની મદદથી શરીરને પૂરા પ્રમાણમાં લેક્સેટિવ મળી રહે છે જેથી સરળતાથી મળત્યાગની પ્રક્રિયા પૂરી થઈ શકે છે. તેથી પાઈલ્સના દર્દીઓએ નિયમિતપણે સફરજનનું સેવન કરવું જોઈએ.

 

WhatsApp Group Join Now