ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. નવરત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે.
નવરાત્રિના પ્રથમ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે અને સાથે સાથે બુધ અને ચંદ્રમા પણ આ જ રાશિમાં રહેશે.
આજે અમે તમને જણાવી દઈએ કે નવરાત્રિના નવલા દિવસોમાં ગ્રહોની આ ચાલ તમામ રાશિઓ પર કેવો પાડશે પ્રભાવ, તો ચાલો જાણી લઈએ દરેક રાશિના જાતકો વિશે..
મેષ રાશિ
મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે. ઘણા ક્ષેત્રોમાં સારા પરિણામ મળે તેવી સંભાવના છે. આ રાશિના જાતકો માટે આ વખતે લગ્ન યોગ છે, માનસિક સુખ-શાંતિ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળવાની શક્યતા છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોદરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશે. કોઇ બીમારી હશે તો આ નવરાત્રિએ મુક્તિ મળી જશે અને શત્રુઓ પર વિજય મળશે. તમારા ઘરમાં કળશ સ્થાપિત કરી માતાની આરાધના જરૂર કરો.
મિથુન રાશિ
મિથુન રાશિ માટે સારા યોગ બન્યાં છે. તમારા માટે સફળતાનો કોઇ દ્વાર ખુલવાનો છે. જેમાં લાભ પ્રાપ્તિ સાથે ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે. સંતાન સુખ અને ધન-પ્રાપ્તિ છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગ અને શુભ આયોજનનું પ્લાનિંગ બનશે.નવરાત્રિમાં દુર્ગા ચલિસાના પાઠ કરવાથી ફાયદો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોની મનની ઇચ્છાઓ પૂર્ણ થશે. કામકાજમાં વ્યસ્તતા સિવાય તમે પરિવાર અને મિત્રો સાથે મોજ-મસ્તી અને મનોરંજનમાં પણ સમય પસાર કરશો. કોઇ નવા કામનો પ્રારંભ કરી શકશો. નવરાત્રિમાં સારા કાર્ય કરી શકશો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોની આવક વધશે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા રહેશે. જાવક ઘટશે. સંપત્તિમાં લાભ પ્રાપ્ત થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોની તમામ યોજનાઓ પૂર્ણ થશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારી પરેશાનીઓનો ઉકેલ લાવશે.માં દુર્ગાને લાલ રંગના ફૂલો અર્પણ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોએ સંભાળીને ખર્ચ કરવો. આવક ઘટશે જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. માતા રાનીને મધનો ભોગ ધરાવો.
ધન રાશિ
આ રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને પણ કોઇ નોકરીને લગતી પરીક્ષામાં સફળતા મળશે.નવરાત્રિ તમારા માટે શુભ ફળ લાવશે. કીડીઓને કીડીયારૂ પુરવાથી લાભ મળશે.
મકર રાશિ
આ રાશિના જાતકોએ માતાજીને પ્રસન્ન કરવા પાંચ પ્રકારના ફળો અર્પણ કરવા જોઇએ.તમારી સંવેદનશીલતા ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે.તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા બધા કાર્યો યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. નવરાત્રિમાં ખુશીઓ મળશે. માતાજીના નામનો જાપ કરવાથી ફાયદો થશે.
મીન રાશિ
કોઇ સંબંધી કે મિત્રનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. શત્રુઓથી બચીને રહેજો. વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખજો અકસ્માતના યોગ છે. માંતાને ચુંદડી અર્પણ કરો.