નિધિવનમાં ભગવાન શ્રીકૃષ્ણ આજે પણ રમે છે રાસલીલા.. જાણો રહસ્યમય વનની વાતો

WhatsApp Group Join Now

વાત સાંભળવામાં જ નવાઈ લાગે છે પણ શું આ વાતમાં સત્ય છે તેના વિશે આપને વધુ ચર્ચા કરીએ. વૃંદાવનનું નિધિવન આજે પણ પોતાના રહસ્યો માટે જાણીતુ છે કહેવાય છે કે અહીં રાત્રે રોકાનાર વ્યકિત પાગલ થઈ જાય છે અથવા કોઈ આપદાનો શિકાર બને છે આ સ્થાનની માન્યતા છે કે આજે પણ અહીં કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમે છે આ જ કારણે સવારે ખુલનારુ આ મંદિર સંધ્યા આરતી બાદ બંધ કરી દેવામાં આવે છે.

સાંજ પછી ત્યાં કોઈ રોકાઈ શકતુ નથી એવું પણ કહેવાય છે કે નિધિવનમાં રહેનારા પશુપંખીઓ પણ સાંજ પડતા આ વન છોડીને ચાલ્યા જાય છે જાણો તેવું તો શું ખાસ છે આ વનમાં શુ આ વાત માં કોઈ હકીકત છે કે નહીં તે વિશે વધુ માહિતી આપને મેળવીએ.

કૃષ્ણની સાથે રાધા પણ અહીં આવે છે નિધિવનમાં દેખાતા વૃક્ષો રાત્રે ગોપીઓમાં બદલાઈ જાય છે રાત્રે તો આ વનને બંધ કરી દેવામાં આવે છે રાત્રે અહીં માત્ર વાંસળી અને ઘુંઘરુનો અવાજ સંભળાય છે.આમ તો સાંજ પડતાની સાથે મંદિરને બંધ કરી દેવામાં આવે છે અને બધા જ લોકો બહાર નીકળી જાય છે પણ જો કોઈ છુપાઈ રાસલીલા જોવાનો પ્રયત્ન કરે તો તે પાગલ થઈ જાય છે તેવું માનવામાં આવે છે.

આવું જ કંઈક 10 વર્ષ પહેલા બન્યુ હતુ. જ્યારે જયપુરથી આવેલો કોઈ કૃષ્ણ ભક્ત રાસલીલા જોવા વનમાં છુપાઈ બેઠો હતો. બીજા દિવસે જ્યારે મંદિરનો ગેટ ખુલ્યો તો તે બેભાન અવસ્થામાં મળ્યો હતો અને તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયુ હતુ. આવા અનેક કિસ્સા લોકો દ્વારા જાણવા મળે છે.

આવી જ એક બીજી વ્યકિત હતી પાગલ બાબા જેમની સમાધિ પણ નિધિવનમાં બનેલી છે તેમના વિશે પણ કહેવાય છે કે તેઓ છુપાઈને રાસલીલા જોવા ગયા હતા. જેથી તેઓ પાગલ થઈ ગયા તેઓ કૃષ્ણના અનન્ય ભક્ત રહેવાને કારણે મંદિરની કમિટિએ તેમની સમાધિ નિધિવનની અંદર જ બનાવી દિધી.

નિધિવનની અંદર જ ‘રંગ મહેલ’ છે. જેના વિશે કહેવાય છે કે, રોજ રાત્રે ત્યાં રાધા અને કૃષ્ણ આવે છે. ‘રંગ મહેલ’માં રાધા અને કૃષ્ણ માટે રાખેલા ચંદનના પલંગને સાંજે સાત વાગ્યા પહેલા સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાનો શ્રૃંગારનો સામાન અને દાતણ સાથે જ પાન મુકવામાં આવે છે. સવારે પાંચ વાગે જ્યારે રંગ મહેલના પાટ ખુલે છે ત્યારે પથારી અસ્ત-વ્યસ્ત, લોટાનું પાણી ખાલી, દાતણ ચાવેલુ અને પાન ખાધેલો મળે છે. ‘રંગ મહેલ’માં ભક્ત માત્ર શ્રૃંગારનો સામાન ચઢાવે છે અને પ્રસાદ સ્વરૂપે તેમને પણ શ્રૃંગારનો સામાન મળે છે.

નિધિવનના ઝાડ પણ અજીબ છે. સામાન્ય રીતે દરેક ઝાડની શાખાઓ ઉપરની તરફ વધે છે, જ્યારે અહીં ઝાડની શાખાઓ નીચેની તરફ વધે છે. નિધિવનની એક અન્ય ખાસિયત છે કે, તુલસીનો છોડ. નિધિવનમાં તુલસીના દરેક છોડ જોડામાં છે. તેની પાછળની માન્યતા છે કે, જ્યારે રાધા સંગ કૃષ્ણ વનમાં રાસ રમે છે ત્યારે આ ઝાડ ગોપીઓ બની જાય છે. જેમ સવાર પડે છે તેમ તે તુલસીના છોડમાં ફેરવાઈ જાય છે. સાથે જ આ વનમાંથી કોઈ તુલસીની એક ડાંડી પણ લઈ શકતુ નથી. લોકો જણાવે છે કે, જે લોકો તેને લઈ ગયા છે તે કોઈને કોઈ આપદાનો શિકાર બન્યા છે. પરિણામે અહીં તેને અડકવાની મનાઈ છે.

WhatsApp Group Join Now