WhatsApp Group
Join Now
સ્ત્ર અનુસાર જ્યારે ચંદ્રમા કુંભ તેમજ મીન રાશિમાં ભ્રમણ કરી અંતિમ પાંચ નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પુર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ તેમજ રેવતીમાં હોય છે. તો તે સમયમાં પંચક કહે છે. પંચક માત્ર નકારાત્મક અસર નથી હોતી પરંતુ તેની સકારાત્મક અસર પણ હોય છે. શુભ કાર્યો, ખાસ કરીને દેવ પૂજનમાં પંચકનો વિચાર કરવામાં આવતો નથી.
પંચક દરમિયાન પૂજા-પાઠ અનુષ્ઠાન કે ધાર્મિક ક્રિયાકલાર કરવામાં આવે છે.વિદ્વાનોના જણાવ્યા મુજબ આ નક્ષત્રોમાં ભૂલથી પણ એવું કામ ન કરવા જોઇએ જે અશુભ હોય, ભૂલથી પણ અશુભ કે નુકસાન થનારા કામ થઇ જાય તો આવનાર દિવસોમાં એવી સ્થિતિ બને છે કે ફરીથી તે કામને કરવું પડે છે. જેથી હાલ સાવધાની રાખવી જોઇએ. જ્યોતિશ ગ્રંથો અનુસાર પંચકમાં રાખો આ વાતનું ધ્યાન:
- આ ૫ દિવસોમાં પલંગની ખરીદી ન કરવી જોઇએ. બનાવવો પણ ન જોઇએ વિદ્રાનો અનુસાર આમ કરવાથી ઘરમાં બીમારીઓ અને ઝઘડા થાય છે.
- આ ૫ દિવસો દરમિયાને જે દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં હોય તે સમયે ઘાસ, લાકડું કે સળગવા જેવી વસ્તુઓ એકઠી ન કરવી જોઇએ, તેનાથી આગ લાગવાની સમસ્યા રહે છે.
- પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઇએ. કારણકે તે યમની દિશા માનવામાં આવે છે. આ ૫ દિવસોમાં દક્ષિણ દિશાની યાત્રા કરવાથી નુકસાન થઇ શકે છે.
- વિદ્વાનોનું કહેવું છે કે આ ૫ દિવસોમાં જ્યારે ચંદ્રમા રેવતી નક્ષત્રમાં હોય ત્યારે ઘરની છત ન બનાવવી જોઇએ તેનાથી ધન હાનિ અને ઘરમાં લડાઇ ઝઘડા થાય છે.
- આ પાંચ દિવસોમાં જો કોઇનો અંતિમ સંસ્કાર કરવો પડે તો કોઇ વિદ્વાનની સલાહ જરૂર લેવી જોઇએ. એવું ન થઇ શકે તો મૃતદેહની સાથે લોટ કે કુશ(એક પ્રકારનું ઘાસ)ના પાંચ પુતળા બનાવીને અર્થી પર રાખવા જોઇએ અને આ પાંચેનું પણ મૃતદેહની જેમ વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઇએ. તેનાથી પંચક દોષ ખતમ થઇ જાય છે.
અશુભ અસર
- ધનિષ્ઠા નક્ષત્રમાં આગ લાગવાનો ભય રહે છે.
- શતભિષા નક્ષત્રમાં વાદ-વિવાદ થવાનો યોગ રહે છે.
- પૂર્વાભાદ્રપદ રોગ કારક નક્ષત્ર છે. એટલે કે આ નક્ષત્રમાં બીમારી થવાની સંભાવના વધારે હોય છે.
- ઉત્તરા ભાદ્રપદમાં ધન હાનિના યોગ બને છે.
- રેવતી નક્ષત્રમાં નુકસાન તેમજ માનસિક તણાવ થવાની સંભાવના રહે છે.
WhatsApp Group
Join Now