દરેક લોકો ને પૈસાની જરૂરત હોય છે, જેના માટે તે રાત દિવસ ખુબ જ મહેનત કરીને પૈસા કમાઈ છે. પરંતુ ઘણા લોકોને મહેનત કરવા છતાં પૈસા ટકી શકતા નથી. દરેક લોકોની એવી ઈચ્છા હોય કે એનું પર્સ હંમેશા ભરેલું રહે અને એના સપના પુરા થઇ શકે.
પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે જેની આર્થિક તંગી ખુબ જ હોય છે અને જેના કારણે ખુબ જ પરેશાન પણ રહે છે. આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું જેનો વાસ્તુશાસ્ત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ઉપાય અપનાવશો જરૂર તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. અને આર્થિક સમસ્યા માંથી હંમેશા માટે છુટકારો મળી જશે. તો ચાલો જાણી લઈએ એના માટે શું કરવું જોઈએ.
કાગળમાં ઈચ્છા લખીને પર્સ માં રાખવી: આ માટે લાલ કાગળ જરૂરી છે. કાગળમાં તમારી ઇચ્છાને લખો અને તેને રેશમી દોરાથી બાંધી પર્સમાં રાખો. આમ કરવાથી, તમારી ઇચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે.
ચોખા: શાસ્ત્રોમાં અનાજ અને ધન બંનેને એક સમાન કહેવામાં આવ્યા છે. જો પર્સમાં ચપટી ભરીને ચોખા રાખો છો તો ખોટા ખર્ચા ઓછા થાય છે.
દેવી લક્ષ્મીની તસ્વીર: દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મહાલક્ષ્મીનું એવું સ્વરૂપ ખિસ્સા તેમજ પર્સમાં રાખો, કે જેમાં તે શ્રી હરિ વિષ્ણુના ચરણ દબાવતા હોય. શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મી ગરૂડ પર અસવાર હોય, એવા સ્વરૂપને રાખવાથી ક્યારે પણ આર્થિક અભાવનો સામનો નહીં કરવો પડે.
પીપળાનું પાન: હિન્દૂ ધર્મમાં પીપળો અને તુલસી બંને પૂજનીય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યુ છેકે, પર્સમાં હંમેશા પીપળાનું પાન રાખવું જોઈએ. પીપળાના પાનને અભિમંત્રિત કર્યા બાદ શુભ મુહુર્તમાં તેને પર્સમાં નોટોની વચ્ચે રાખવું જોઈએ. એવું કરવાથી હંમેશા પર્સ ધનથી ભરેલું રહે છે. જરૂરિયાતનાં સમયે ક્યારેય આર્થિક પરેશાની થતી નથી.
સોના અથવા ચાંદીનો સિક્કો: જો તમારી પાસે કોઈ ચાંદીનો સિક્કો પડ્યો છે તો તેને પણ પર્સમાં રાખવાથી ધન લાભ થાય છે. પરંતુ ધ્યાનમાં રહે કે સોના અથવા ચાંદીનાં સિક્કાને પર્સમાં રાખતાં પહેલાં તેને ઘર કે મંદિરમાં મા લક્ષ્મીનાં ચરણોમાં રાખવો જોઈએ.
નાનો અરીસો: ખોટા ખર્ચા રોકવા માટેનો એક વધુ ઉપાય છે ખિસ્સામાં તેમજ પર્સમાં નાનો અરીસો રાખો. તેનાથી વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ તરફ લઇ જાય છે.
ગોમતી ચક્ર: જ્યોતિષ શાસ્ત્રો મુજબ પર્સમાં એક નાનું ચાકુ રાખવું જોઈએ. આ ઉપાય પણ ધનવૃદ્ધિમાં મદદ કરે છે. તેના સિવાય તમે પર્સમાં ગોમતી ચક્ર પણ રાખી શકો છો.