ચહેરા પર અચાનક નીકળી આવેલા ખીલને કારણે યુવા પરેશાન થઈ જાય છે. ઘણી વાર, તેઓ તેમને છુપાવવા માટે બજારમાં થી તે પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરી લે છે, જે ચહેરાને નુકસાન પહોંચાડે છે.તેથી આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું. જેનાથી કોઈ પણ પ્રકારના નુકસાન નહીં થાય, આ સાથે જ તમારા ચહેરા પર દેખાતા પિમ્પલ્સ પણ ઓછા થઈ જશે અને તેના દુખાવાથી પણ રાહત મળશે.
ચહેરા પર નીકળી આવેલ ખીલને કારણે તમારી સુંદરતા પ્રભાવિત થઇ જાય છે. તમારા ગાલ પર નીકળેલા ખીલ તમારા ચહેરાની સુંદરતાને પણ દૂર કરી દે છે. તેથી જ દરેક જણ ઈચ્છે છે કે ખીલ ચહેરા પર ન આવે. તેથી આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું. જેનાથી તમને ખીલ થી રાહત મળશે.
કેટલાક યુવાનો ને જ્યારે ખીલ આવે છે ત્યારે તેને ફોડી ને હટાવવા માંગે છે. જેથી ખીલ દૂર નથી થતા, પરંતુ ગાલ પર વધારે ડાઘ આવી જાય છે. તો ધ્યાનમાં રાખો કે જો તમને તમારા ચહેરા પરથી ખીલને કાઢવા છે. તો તેને ફોડશો નહિ અને દબાવશો પણ નહીં, જ્યારે તેમને સુધારવા માટે ઘરેલું ઉપાય કરો.
જો તમારા ચહેરા પર ખીલ છે, તો તેમની સફાઈની કાળજી રાખવી જોઈએ. તેથી સારા ફેશવોશનો ઉપયોગ કરો અને ધ્યાનમાં રાખો કે ફેસવોશમાં સલિસિલિક એસિડ હોય, આ પ્રકારના ફેસવોશથી તમે તમારા ચહેરા પર અડધો કલાક સુધી માલિશ કરો અને ત્યારબાદ ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. તમને નિશ્ચિત આરામ મળશે.
તમારા ચહેરા પર ખીલ છે. તો સ્ક્ર્બ ન કરો. આનાથી ખીલ છોલાઈ જાય છે, જેનાથી ચહેરા પર ઘાવ થઇ જાય છે. અને ડાઘ આવી જાય છે.
પિમ્પલ્સને દૂર કરવા માટે તમે ઘરે પણ ઉપાય કરી શકો છો. આ માટે તમે લીંબુને કાપીને તેનો રસ બાઉલમાં કાઢો, તેમાં થોડું મીઠું અને મધ નાખો અને આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ પછી, જ્યારે તે સુકાઈ જાય છે, તેને હળવા ગરમ પાણીથી ધોઈ લો.
એક વાટકીમાં બે ચમચી ટમેટાંનો રસ કાઢો, આમાં એક ચમચી મધ અને અડધી ચમચી બેકિંગ સોડા નાખી એક પેસ્ટ બનાવો અને તેને પિમ્પલ્સ પર લગાવો. આ પેસ્ટને 10 મિનિટ માટે રહેવા દો. તે પછી તમે ચહેરાને દૂધથી મસાજ કરો અને ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.
તમે ઘરમાં એક ચમચી હળદરનો પાઉડર દૂધ અને ગુલાબજળ સાથે ભેળવીને ઘરે પેસ્ટ બનાવો અને તેને પિમ્પલ પર લગાવો. થોડા દિવસો સુધી આમ કરવાથી પિમ્પલ્સ ખતમ થઇ જાય છે.