ઘણા વર્ષો પહેલા માં બનવાની જાણકારી ફક્ત ડોક્ટર્સ પાસે જવા થી જ ખબર પડી શકતી હતી. પરંતુ આજના સમય માં માર્કેટ માં એવી ઘણી પ્રકાર ની પ્રેગનેન્સી કીટ મળી રહે છે, જેનાથી તમે ઘર પર રહીને જ તમારી પ્રેગનન્સી ને કન્ફર્મ કરી શકો છો.જે કપલ બાળક પ્લાન કરતા હોય તેમને પિરીયડ્સ મિસ થતાની સાથે જ પ્રેગનેન્સીની આશા બંધાય છે અને ટેસ્ટ કરાવવાની તાલાવેલી થાય છે.
પરંતુ તેનો સાચો ઉપયોગ ક્યારે, કેવી રીતે અને ક્યા સમયે કરવામાં આવે છે તેને લઈને લોકોમાં અનિશ્ચિતતા ઉભી થતી હોય છે. જો તમે આ પ્રેગનેન્સી કીટ નો ઉપયોગ કરી રહ્યા હોય તો એની પહેલા જરૂરી વાતો નું ધ્યાન રાખવું પડે છે. જેથી પાછળ થી પસ્તાવું ના પડે. તો ચાલો જાણી લઈએ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.
પ્રેગનેન્સી વિશે જાણવા માટે કીટ નો ઉપયોગ કરો તો ધ્યાન રાખવું કે સવારે ઉઠીને પછી નું પહેલું યુરીન જ ટેસ્ટ કરવા માટે સૌથી બેસ્ટ છે, આ સમયે બોડી નું ph લેવલ હાઈ રહે છે, જેનાથી તમને પ્રેગનેન્સી ની યોગ્ય જાણકારી પ્રાપ્ત થાય છે.કીટ નો ઉપયોગ કરતા પહેલા કીટ પર આપવામાં આવેલા બધા નિર્દેશો ને સારી રીતે વાંચી લેવા અને એ જ હિસાબે દરેક નિર્દેશો નું પાલન કરી ને પ્રેગનન્સીટેસ્ટ કરવો.
ટેસ્ટ કરતા સમયે ધ્યાન રાખવું કે સમય યોગ્ય હોય, કારણ કે યોગ્ય સમય પર જ ટેસ્ટ કરવો, જેથી એનું પરિણામ પણ યોગ્ય આવશે, જો યોગ્ય સમય નહિ હોય તો પરિણામ પણ યોગ્ય નહિ આવે.જયારે પણ પ્રેગનન્સી ટેસ્ટ કરવામાં આવે તો ઓછામાં ઓછું પીરીયડ્સ ના મિસ થવાના ૭ થી ૮ દિવસ પછી જ પ્રેગનન્સી ટેસ્ટ કરવો, કારણ કે એની પહેલા ટેસ્ટ કરવાથી યોગ્ય રિજલ્ટ મળી શકતું નથી. એટલા માટે પ્રેગનન્સી ટેસ્ટ કરતા પહેલા આ દરેક બાબતો નું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.