ગર્ભવતી પછી મહિલાઓ ના સ્ટ્રેચ માર્ક્સ થવા સામાન્ય વાત છે. ઘણી વાર જે મહિલાઓ એમનો વજન ઓછો કરે છે, એને પણ સ્ટ્રેચ માર્ક્સ ની પરેશાની આવી શકે છે. સ્ટ્રેચ માર્ક્સ ફક્ત પેટ પર જ નહિ, પરંતુ ખંભા ની આસપાસ અથવા બાજુની આસપાસ પણ થઇ શકે છે. તો ચાલો જાણી લઈએ એનાથી છુટકારો મેળવવાના ઘરેલું નુસખા
એક બાઉલમાં અડધી ચમચી વેસેલીન લેવું, એમાં થોડું એલોવેરા જેલ, ૧ વિટામીન ઈ ની કેપ્સ્યુલ અને અડધી ચમચી કોકોનટ ઓઈલ લેવું, આ દરેક વસ્તુને બાઉલમાં સારી રીતે મિક્ષ કરી લેવું, મિક્સ કરીને બનેલા મિશ્રણને તમારા સ્ટ્રેચ માર્ક્સ પર લગાવવું.
જેલ ની સાથે મસાજ ત્યાં સુધી કરવું, જ્યાં સુધી આ તમારી સ્કિન પર પૂરી રીતે ઉતરી ન જાય. એવું દરરોજ કરવું, આ ઘરેલું ઉપાય ના કોઈ પણ સાઈડ ઈફેક્ટ નથી. એ સિવાય જો તમે ફક્ત વિટામીન ઈ કેપ્સ્યુલ અને એલોવેરા જેલ ની સાથે પણ મસાજ કરો છો તો પણ તમને ઘણું જલ્દી પરિણામ જોવા મળશે.
ઇંડાનો સફેદ ભાગ :- ઈંડું સફેદ લગાવ્વથી પણ સ્ટ્રેચ માર્ક્સ ખુબ જ જલ્દી દુર થઇ જાય છે. એનો ઉપયોગ અઠવાડિયા માં બે વાર કરવો. ઈંડા નો સફેદ ભાગ લગાવ્યા પછી એને થોડી વાર સૂકવવા દેવું. એ પછી સ્પંચ ને ભીનું કરીને ત્વચા સરખી સાફ કરી લેવી. ઇંડાનો સફેદ ભાગ તમારી ત્વચા ને ફરીથી ટાઈટ અને સોફ્ટ બનાવવામાં મદદ કરશે.
કોફી અને એલોવેરા :- ૧ ચમચી એલોવેરામાં ૧ ચમચી કોફી મિક્ષ કરીને સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર લગાવવું. એ મિનીટ મસાજ કરીને પછી એને ૧૦ મિનીટ સુધી સ્કિન પર રહેવા દેવું, પછી સ્પંચ ની મદદ થી ત્વચા સાફ કરી લેવી.
આવું અઠવાડિયા માં ૨ વાર કરવું, જેનાથી સ્ટ્રેચ માર્ક્સ ની સમસ્યા ઝડપથી દુર થઇ જશે. એ સિવાય બટાકા નો રસ અથવા પછી સ્લાઈસ કાપીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવવાથી પણ ઘણી રાહત મળે છે.
બટાકા ના રસમાં લીંબુ નો રસ મિક્ષ કરીને લગાવવાથી સ્કિન સોફ્ટ થઇ જશે, સ્ટ્રેચ માર્ક્સ દુર થશે અને ત્વચાની કાળાશ પણ દુર થશે. જો તમારા અન્ડરઆર્મ્સ બ્લેક છે તો બટાકા અને લીંબુ નો રસ મિક્ષ કરીને ત્વચા ની મસાજ કરવી. અઠવાડિયા માં ૨ વાર એવું કરવાથી ત્વચા ની કાળાશ દુર થઇ જશે.