જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે.રાહુ અને કેતુને જ્યોતિષશાસ્ત્રમાં સૌથી પાપી ગ્રહ માનવામાં આવે છે.
આ ગ્રહોની છાયા કોઈ પણ વ્યક્તિ પર પડી જાય તો એ વ્યક્તિના જીવનમાં ખુબ જ પરેશાની ઉત્પન્ન થવા લાગે છે, એ વ્યક્તિને એના કોઈ પણ કાર્યમાં નિર્ણય લેવામાં ખુબ જ કઠીન રહે છે કારણકે આ વ્યક્તિની બુદ્ધિ બળને પ્રભાવિત કરે છે. પરંતુ એની કોઈ વ્યક્તિ પર શુભ દ્રષ્ટિ પડી જાય તો એ વ્યક્તિનું ભાગ્ય જ બદલાય જાય છે. એ વ્યક્તિ માલામાલ બની જાય છે. તો ચાલો જાણીએ રાશિ પરિવર્તન વિશે..
તુલા રાશિ : આ પરિવર્તનના કારણે ભાગ્યનો ખુબ જ સાથ મળવાનો છે. આ રાશિમાં રાહુ નાવમાં ભાવમાં પ્રવેશ કરવાનો છે, પૈસાના લેણદેણમાં ખુબ જ લાભ પ્રાપ્ત થશે. આ રાશિના લોકો એમની મહેનત પર ઉચ્ચા શિખર પર જઈ શકે છે.
સિંહ રાશિ : આ રાશિમાં રાહુ અગિયારમાં ભાવમાં પ્રવેશ કરવાનો છે. તમારા જીવનમાં ખુબ જ સારા પરિણામ જોવા મળશે, આ રાશિના લોકોને બધા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિ : મકર રાશિના લોકો માટે રાહુનું પરિવર્તન સારું રહેશે. આ રાશિમાં રાહુ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરવાનો છે. આ રાશિના લોકો સારું પરિણામ પ્રાપ્ત કરી શકે છે. એમને કરિયરમાં સફળતા મેળવવાના ઘણા અવસર મળી શકે છે, જે લોકો નોકરી કરતા હશે એ લોકોને પ્રમોશન મળવાના યોગ બની શકે છે.
કર્ક રાશિ : કર્ક રાશિના લોકો વ્યક્તિઓ માટે રાહુના આ પરિવર્તનના કારણે પૈસા સાથે સબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. આ રાશિમાં રાહુ બારમાં ભાવમાં ગોચર કરવાનો છે. જેના કારણે આ રાશિના લોકોએ એના કાર્ય ક્ષેત્રમાં ખુબ જ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.