હિન્દુ ધર્મમાં આવી ઘણી ધારણાઓ અસ્તિત્વમાં છે કે જે મુજબ કોઈ વ્યક્તિ પોતાનું જીવન વિતાવે છે, તેના જીવનમાં કોઈક રીતે અથવા અન્ય રીતે કોઈ સમસ્યા નો સામનો કરવો જ પડે છે. દરેક વ્યક્તિની મુશ્કેલીઓ હશે જ. માટે જ દરેક વ્યક્તિ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગે છે. આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહી હોય જેને સમસ્યા નહી હોય.
પરંતુ જો વ્યક્તિ ધર્મ અને કર્મ કરે છે તો એને એના જીવનમાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડશે. અથવા તો એના જીવનમાંથી સમસ્યા જ દૂર થઈ જશે.સૂર્યાસ્ત સમયે તુલસી સામે દીવડા પ્રગટાવવા જોઈએ, અને તેની સાથે જ મંત્રો પણ કહેવામા આવ્યા છે. જેમના જાપથી વ્યક્તિના જીવનનો સદાકાળ વિજય પ્રાપ્ત થાય છે. હિંદુઓના ઘરમાં ઉગાડવામાં આવેલ તુલસી ના છોડ નીચે દીવો પ્રગટાવવામાં આવે છે. દરરોજ સાંજે તુલસી નીચે દીવો પ્રગટાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીજી ઘરમાં નિવાસ કરે છે.
શાસ્ત્રોમાં તુલસીને નીચે દીવો પ્રગટાવવાની કેટલીક વિધિઓ જણાવવામાં આવી છે.જો દીવાને આસન બનાવીને તુલસી નીચે ન રાખવામાં આવે તો માતા લક્ષ્મી આસન ગ્રહણ નથી કરતા. સાથે જ ચોખાને લક્ષ્મીજીનું પ્રિય ધાન્ય માનવામાં આવે છે.એટલા માટે જ કહેવામાં આવે છે કે પૂજા સમયે દીવાને ચોખાનું આસન આપવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે.
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ પણ મળે છે કે તુલસીના છોડ નીચે ચોખાનું આસન લગાવી તેના ઉપર કે અથવા તેલનો દીવો પ્રગટાવવાથી ધનલાભ મળે છે.ચોખા પર દીવો પ્રગટાવવાથી દરિદ્રતાનો પણ વાસ નથી રહેતો. એટલા માટે તુલસી માતાની પૂજામાં દીવા નીચે ચોખા રાખવા જોઈએ.
શાસ્ત્રોમાં ચોખાને શુદ્ધતાનું પ્રતીક અને દિવાને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે.હિન્દુ ધર્મમાં દીવાને દેવ રૂપ માનવામાં આવે છે. એટલા માટે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવા માટે પહેલા ચોખાનું આસન ધરવામાં આવે છે. દીવાની છે ચોખા ન રાખવા તેને અપશુકન માનવામાં આવે છે. જો દીવાની છે ચોખા ન રાખવામાં આવે તો તે પ્રગટાવેલો દીવો અપૂર્ણ ગણાય છે.