હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ, ક્લેશ, અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય, સફળતા અને સુખ લાવે છે.વર્તમાન માં મકર રાશિમાં શનિ ની ઉલટી ચાલ ચાલી રહી છે.
શનિ સાડેસાતી થી પીડિત જાતકો ને પરેશાન કરશે.શનિ સાડેસાતી ની વાત કરવામાં આવે તો આ ધનુ, મકર અને કુંભ રાશિના લોકો પર ચાલી રહી છે. ધનુ રાશિના લોકો પર એનું અંતિમ ચરણ, મકર રાશિના લોકો પર બીજું ચરણ અને કુંભ રાશિના લોકો પર એનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. તો શનિ ઢેય્યા ની વાત કરવામાં આવે તો એની ઝપેટ માં મિથુન અને તુલા રાશિના લોકો છે.
તો ચાલો જાણી લઈએ શનિના ખરાબ પ્રભાવો થી બચવા ના સરળ ઉપાય.જો તમે ઇચ્છો કે તમારી કુંડળીમાં શનિ મજબૂત રહે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય,તો તમે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બાળકને કાળા રંગના ચાંપલ દાન કરો.
ઉપરાંત તમે શનિદેવ ને પ્રસન્ન કરવા શનિ જયંતી પર કાળા રંગની વસ્તુઓનું દાન કરો, તેનાથી શનિ દેવ તમારા પર પ્રસન્ન થશે.જો તમે પિપલ વૃક્ષની પૂજા કરો છો, તો તેનાથી તમારા કુંડળીમાં હાજર રહેલા,બધા પ્રકારનાં શનિના દોષો શાંત થાય છે,તેથી તમે શનિ જયંતિની સાંજના સમયે સ્નાન કરો, પછી પિપલના ઝાડને આ નીચે સેરસોના તેલનો દિવો કરો અને તેના મુળની પાસે દુધ ચડાવો.અને ધૂપ દીપ કરો.તમે શનિ જયંતિની સાંજે ભૈરવજી આગળ કાળા તલના તેલનો દીવો કરો.
જો તમે આમ કરો છો તો આથી તમને શનિના દોષથી મુક્ત કરવામાં આવશે.એવું કહેવામાં આવે છે કે જે લોકો હનુમાનજીની ભક્તિ કરે છે, તેમને ક્યારેય શનિદેવ હેરાન નથી કરતા,હનુમાનજી નાં ભક્તો ઉપર ક્યારેય પણ શનિદેવની કાળી છાયા નથી રહેતી અને તે હંમેશાં કષ્ટોથી મુક્ત થાય છે,તેથી તમે શનિ જયંતી પર સુંદરકાંડનો પાઠ ચોક્કસ કરો.આ મંત્રનો જાપ કરવાથી શનિ ની કૃપા બની રહેશે.
ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये।
शं योरभि स्त्रवन्तु न:।।
ॐ शं शनैश्चराय नमः।।
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।।