શંખનું આપણા ધર્મમાં મોટું મહત્વ હોય છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. પૂજા અને હવનમાં શંખ વગાડવાનું ચલન પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે.
આના ઉપયોગથી ઘણા પ્રકારના લાભો થાય છે.શંખની પૂજા કરવા માટે એક લાલ કપડું લેવું તેની ઉપર શંખ એવી રીતે રાખવો કે તેમાં ગંગાજળ ભરી શકાય. જી હાં શંખને લાલ કપડા પર રાખી તેમાં ગંગાજળ ભરવાનું હોય છે. ત્યારબાદ એક આસન પર બેસી અને અહીં આપેલા મંત્રની પાંચ માળા કરવી.
” ૐ શ્રી લક્ષ્મી સહોદરાય નમ: “. આ પૂજા વિધિ એકદમ સરળ છે. સપ્તાહના કોઈપણ દિવસે તેને કરી શકાય છે. આ પૂજા વિધિ બ્રહ્મ મુહૂર્તમાં જ કરવી. પૂજા વિધિ કર્યા બાદ શંખની સ્થાપના ઘરના મંદિરમાં કરવી.વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં શંખ રાખવાથી તેનો સીધો પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર અને ઘરની સુખ શાંતિ પર પડે છે. શંખમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ થાય છે તેથી તેને પવિત્ર અને શુભ માનવામાં આવે છે.
જે ઘરમાં શંખ હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ઘાર્મિક ગ્રંથોમાં શંખને લક્ષ્મીનો ભાઈ માનવામાં આવ્યો છે કારણકે લક્ષ્મીની જેમ શંખ પણ સાગર માંથી જ ઉત્પન્ન થયો છે. શંખની ગણતરી સમુદ્ર મંથન માંથી નીકળેલા “ચૌદ રત્નો” માં કરવામાં આવે છે.
- વૈજ્ઞાનિક અનુસાર શંખ-ધ્વની થી વાતાવરણ નો પરિષ્કાર થાય છે.
- આના આવાજ ના પ્રસાર-ક્ષેત્ર સુધી બધા કીટાણુઓ નો નાશ થઇ જાય છે.
- શંખમાં થોડું ચુનાનું પાણી ભરીને પીવાથી કેલ્શિયમની સ્થિતિ સારી થઇ જાય છે.
- શંખ વગાડવાથી હ્રદય ના રોગ અને ફેફસા ની બીમારીઓ થવાની સંભાવના ઓછી થઇ જાય છે, આનાથી વાણી દોષ પણ સમાપ્ત થાય છે.
- શંખ કેટલા પ્રકાર ના હોય છે અને એની અલગ અલગ મહિમા શું છે.
- શંખ ઘણા પ્રકાર ના હોય છે અને બધા પ્રકાર ની વિશેષતા તેમજ પૂજન-પદ્ધતિ અલગ અલગ છે.
- શંખ ની આકૃતિ ના આધાર પર સામાન્ય રીતે એના ત્રણ પ્રકાર માનવામાં આવે છે.
- આ ત્રણ પ્રકાર ના હોય છે- દક્ષિણાવૃત્તિ શંખ, મધ્યાવૃત્તિ શંખ, અને વામાવૃત્તિ શંખ
- ભગવાન વિષ્ણુ નો શંખ દક્ષિણાવૃત્તિ છે અને લક્ષ્મીજી નો વામાવૃત્તી
- વામાવૃત્તિ શંખ જો ઘર માં સ્થાપિત હોય તો ધન નો બિલકુલ અભાવ રહેતો નથી.
- આ ઉપરાંત મહાલક્ષ્મી શંખ,મોટી શંખ અને ગણેશ શંખ પણ મળી આવે છે.