શરીરમાં આવા લક્ષણો હોય તો તરત રીપોર્ટ કરાવવો

WhatsApp Group Join Now

બ્લડ પ્રેશરના કારણે લોકો તેને સામાન્ય બિમારી તરીકે સમજવાની ભૂલ કરે છે. બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને કોઈ રોગ ન હોય અને તમે હંમેશાં તંદુરસ્ત હોવ. ફક્ત આપણા દેશમાં નહીં, પરંતુ વિશ્વભરમાં ઘણા લોકો છે જે હાઈ બીપી ના રોગથી પીડાય છે.જ્યારે બ્લડ પ્રેશર હાઇ થાય છે ત્યારે, ધમનીમાં લોહીનું દબાણ વધે છે, જે ક્યારેક હૃદયને ભારે નુકસાન પહોંચાડે છે. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો તમારું હાઈ બ્લડપ્રેશર ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.

લક્ષણો

  • સતત માથાનો દુખાવો
  • વધારે મહેનત કર્યા વિના પણ થાક અને સુસ્તી અનુભવાય છે.
  • છાતીમાં તીવ્ર દુખાવો
  • શ્વાસ લેવામાં મુશ્કેલીઓ
  • હદયના ધબકારા ઝડપી થઇ જવા

આ વસ્તુને તમારા આહારમાં શામેલ કરો.

  • બીટમાં હાઇ બ્લડ પ્રેશરને નોર્મલ કરવા માટે સૌથી બેસ્ટ ખોરાક છે. તેમા વિટામિન સી, ફાઇબર તથા પોટેશિયમ પોષક તત્વ રહેલા છે. જે લોહીની વાહિકાઓને ખોલવામાં અને બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. ફક્ત બીટ ખાવાથી નહીં, પરંતુ તેના જ્યૂસના સેવનથી પણ હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે.
  • પોટેશિયમ એખ એવો ખનિજ પદાર્થ છે. જે હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. પોટેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે વટાણા, પાલક, કોબીજ, લીલા પાંદડાવાળા શાક, કેળા, પપૈયું અને ખજૂર સહિતનું સેવન કરવું જોઇએ. જે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
  • દહીંમાં પ્રોટીન, કેલ્શ્યિમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી12 વધારે પ્રમાણમાં હોય છે. જે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરે છે. રોજ તેને ખાવાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.
  • દિવસમાં ત્રણ વખત એક મુઠ્ઠી ભરીને કિશમિશ ખાવાથી વધતા હાઇ બ્લડ પ્રેશરમાં રાહત મળી શકે છે. જો તમને પણ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે રેગ્યુલર ડાયેટમા તેને સામેલ કરી શકો છો.
  • એક કીવી ફળમાં 2 ટકા કેલ્શ્યિમ, 7 ટકા મેગ્નેશ્યિમ અને 9 ટકા પોટેશ્યિમ હોય છે. જેનાથી હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
  • લીલા પાંદડા વાળા શાકભાજીમાં કેલરી અને હાઇ ફાઇબર હોય છે. પાલકમાં રહેલા યૌગિક બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે.
WhatsApp Group Join Now