જાણો ભગવાન શિવજીના એવા મંદિર વિશે જયાં મહાદેવના સામે નંદી નથી

WhatsApp Group Join Now

દરેક મંદિર નું અલગ અલગ મહત્વ રહેલું હોય છે. ભગવાન સાથે ભક્તોનું જોડાણ દર્શાવતુ સ્થળ એટલે ભગવાન ભોલેનાથના એવા જ ઘણા સ્થળ. શિવજીની આરાધના તો દરેક લોકોએ કરી જ હશે. શિવજીના મંદિરની બહાર કાયમી બીરાજમાન હોય છે નંદી. નંદી ભગવાનને ખુબ જ પ્રિય છે. દરેક શિવ મંદિર માં ભગવાન શિવજીની મૂર્તિ સામે કાચબો અને નંદી ની મૂર્તિ હોય છે પરંતુ આજે અમે દેશના એક માત્ર એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં ભગવાન શિવજીની સામે નંદી નથી.

આ મંદિર નાસિકમાં આવેલુ છે જે ગોદાવરી નદીના કિનારે સ્થિત છે. જે કપાલેશ્વર મહાદેવના મંદિરથી મશહૂર છે. પુરાણો અનુસાર ભગવાન શિવજીએ અહી નિવાસ કર્યો છે. શિવજી પોતાના પ્રિય ગણ નંદી મંદિરની બહાર નથી આની પાછળ એક પૌરાણિક કથા છે.દંતકથા અનુસાર ભગવાન બ્રહ્માના પાંચ મુખ હતા. જેમાંથી ચાર મુખે ભગવાનની ઉપાસના કરી હતી અને એકે બુરાઇ કરી હતી.

આ કારણોસર, એક દિવસ શિવ ગુસ્સે થયા મુખને અલગ કરી દીધુ. ભગવાન શિવજી પર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યુ. પાપથી મુક્તિ મેળવવા માટે શિવજીએ આખા બ્રહ્માંડની આસપાસ પ્રવાસ કર્યો.ભોલેનાથ ભટકીને સોમેશ્વર પહોંચ્યા. તેને ત્યાં એક વાછરડું મળી ગયું. તેમણે શિવજીને બ્રહ્મના પાપથી છૂટકારો મેળવવા મદદ કરવા સૂચન કર્યું.

તે મહાદેવને તે સ્થાન પર લઈ ગયો જ્યાં તેને આ બ્રહ્મચર્યના પાપથી મુક્તિ મળી શકે.જ્યાં વાછરડાએ ભગવાન શિવને લઈ ગયા તે સ્થાન રામકુંડ હતું. આ સ્થાન ગોદાવરી નદીની નજીક આવેલું હતું. ભગવાન વાછરડા દ્વારા ત્યાં પહોંચ્યા. શિવને નદીમાં સ્નાન કરવાનું કહેવામાં આવ્યું.

ભગવાન શિવને તે પવિત્ર નદીમાં પાપોથી મુક્ત કરવામાં આવ્યા હતા. બ્રહ્મ હત્યાનાં પાપમાંથી મુક્તિ મેળવ્યા પછી, શિવજીને ખબર પડી કે તેમનો પ્રિય ગણ નંદી તેમની મદદ કરવા આવ્યો હતો. આ રીતે નંદી બાબા શિવના ગુરુ બન્યા હતા. તેથી જ ભગવાન શિવે આ મંદિરમાં પોતાની સામે બેસવાનો ઇનકાર કર્યો હતો. એ જ કારણે મહાદેવ આ મંદિરમાં બેઠા છે પણ તેમનો પ્રિય નંદી ત્યાં નથી.

આ મંદિર કપાલેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરની નીચે વહેતી પવિત્ર ગોદાવરી નદી ખૂબ જ સુંદર લાગે છે. આમાં એક પ્રખ્યાત રામકુંડ બનાવવામાં આવ્યો છે. જ્યાં શિવને બ્રહ્માના પાપોથી મુક્ત કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે રાજા રામે આ તળાવમાં તેમના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. આ મંદિરની સામે જ ગોદાવરી નદી પાર કરી એક પ્રાચીન અને સુંદર ભગવાન વિષ્ણુનું નારાયણ મંદિર પણ સ્થાપિત થયેલ છે.

WhatsApp Group Join Now