શ્રાદ્ધપર્વને ગરુડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે તેમાં દેવઋણ, ઋષિઋણ, અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વ છે જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે
આ અંગે જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે પિતૃઓના પવિત્ર શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આજે ૧૦ સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ ૨૫ સપ્ટેમ્બર રવિવારે થશે શ્રદ્ધાથી કરાય છે માટે જ આ પર્વનું નામ શ્રાદ્ધ છે
આજે આપણ ને જે કંઈ પણ મળ્યું છે તે આપણા પિતૃઓને કારણે જ પ્રાપ્ત થયું છે માટે જ જે રીતે પરમાત્મા કે દેવી દેવતા નું મહત્વ છે તેજ પ્રકારે સદગત થયેલા આત્માનું પણ પિતૃદેવ તરીકે વિશેષ મહત્વ છે
ક્યારે કરવું શ્રાદ્ધ
પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષમાં પૂનમ થી શરૂ કરી અમાસ સુધીની ૧૬ તિથિમાંથી આપણા સદગતની દેવલોક પામ્યા ની જે તેથી હોય તે જ તિથિ એ શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવા માં આવે છે અને જેની તિથિ યાદ ના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપપિત્રી અમાસે કરવામાં આવે છે.
ધર્મ શાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર ધર્મરાજ યમ દેવના આદેશથી પિતૃ લોક થી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પોતપોતાના ઘરે કોઈ પણ સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે પરોક્ષ યા પ્રત્યક્ષ આ દિવસે તૃપ્ત થવાના આશય થી શ્રાદ્ધ ભોજ ગ્રહણ કરવા પોતાના કુટુંબીજનો પાસે તૃપ્ત થવાની આશાએ આવે છે જે તેમની આશા શ્રાદ્ધ પક્ષમાં પુરી થતા તે સંતુષ્ટ થઈ તૃપ્તિ અનુભવી ખૂબ જ આશીર્વાદ આપે છે, માટે જ તે પિતૃ દેવોના આત્માની શ્રેષ્ઠ સદગતિ તેના ક્રમ પ્રમાણે થાય છે માટે આ હેતુ થી શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે માટેજ ધર્મ શાસ્ત્રોમાં શ્રાદ્ધને પરમ પુણ્ય કર્મ ગણેલ છે
શાસ્ત્રો અનુસાર ભીષ્મ પિતાએ તેમના પિતા શાંતનું રાજાનું શ્રાદ્ધ હરિદ્વારમાં કરેલ ભગવાન શ્રીરામે તેમના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ પુષ્કરમાં કરેલ તેમજ અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ રાજા ઓ ઋષિઓ , અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણોએ અને અનેક શ્રેષ્ઠ માનવીઓએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે
જયોતિષી શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવિત મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલ શ્રાદ્ધ અને પિતૃતર્પણ થી પિતૃઓ તૃપ્ત થાય છે અને અનેક ઘણા આશીર્વાદ આપે છે જેના ફળસ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે તેના ફળ સ્વરૂપે સંતતિ સંપત્તિ તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રોગ અને દોષો શાંત થાય ઉત્તમ આરોગ્ય મળે છે દરેક જગ્યાએ સફળતા મળે છે યસ નામ પ્રતિષ્ઠા વધે છે દેવી દેવતાઓ પણ આશિર્વાદ આપે છે માટે જ શાસ્ત્રમાં આ શ્રાદ્ધ કર્મ ને સૌથી શ્રેષ્ઠ પુણ્ય કર્મ ગણ્યું છે
શ્રાદ્ધમાં આ ૧૬ કર્મ કરવાથી પિતૃ ઓ તૃપ્ત થઇ રાજી થાય છે
- શ્રાદ્ધમાં સદગત પિતૃઓની તિથિ એ પુજા કરી શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું
- સમગ્ર કુટુંબ શક્ય હોય તેમ સાથે હળી મળીને સાચી શ્રદ્ધા ભક્તિ થી રસોડું સ્વચ્છ કરી શ્રાદ્ધ કરવું
- પિતૃઓને પ્રાર્થના કરી પાળીયારે પિતૃ દેવો માટે દીવો કરી શ્રદ્ધા થી આનંદ સાથે પિતૃ તૃપ્ત થાય તેવી ભાવના સાથે સાત્વિક રસોઈ બનાવવી
- શ્રાદ્ધ ના ભોજનમાં ગાયના દૂધમાંથી દૂધપાક કે ખીર અવશ્ય બનાવવી અને શ્રદ્ધાથી પિતૃઓને અર્પણ કરવી
- શ્રાદ્ધ ના ભોજનમાં દૂધપાક કે ખીર ,પૂરી શાક ફરસાણ દાળ ભાત પાપડ સલાડ જેવી ઘરમાં બનતી વાનગીઓ જ બનાવવી
- સૌપ્રથમ બપોર ૩ વાગ્યા પહેલાં કાગડાને ગાયને કૂતરાને પુરી અને દૂધપાકનું ભોજન અર્પણ કરવું
- ગરીબ અને બ્રાહ્મણને ભરપેટ ભોજન અથવા તે નિમિત્તે આનંદ થી દક્ષિણા અર્પણ કરવી
- શ્રાદ્ધનું ભોજન બની શકે તો સવારે જ રાખવું અન્યથા સવારે જ મધ્યાહન પહેલા પિતૃઓને થાળ અવશ્ય ધરાવી દેવો
- શ્રાદ્ધના દિવસે પાણિયારું સ્વચ્છ અને જળ ભરેલું રાખવું પાણિયારે દીવો કરી ને રસોઈ કરવી
- દરેક કુટુંબી જેનો એ ભોજન કરતા પહેલા પૂર્વજો તૃપ્ત થાવ પિતૃઓ તૃપ્ત થાવ તેવી પ્રાર્થના કરી ભોજન કરવું
- પિતૃઓને કાગવાસ નાખી જલાંજલી આપવું શ્રેષ્ઠ કહેવાય છે
- ઘરમાં દક્ષિણ દિશામાં પિતૃઓનો ફોટો રાખી સ્વચ્છ કરી તિલક કરી ફૂલહાર અર્પણ કરવા અને થાળ ધરાવી તૃપ્ત થાવ તેવી પ્રાર્થના કરી ભોજન કરવું
- શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ સાધુ સંત અનાથ અપંગ ગરીબ કે બ્રાહ્મણ ને યથાશક્તિ તૃપ્ત કરવા
- શ્રાદ્ધ પર્વના ૧૬ દિવસમાં પિતૃ તૃપ્ત થાય તેવી કામનાથી શક્ય હોય તેટલી વખત પૂર્વજ પિતૃઓને ગાયના દૂધમાંથી બનેલી ખીર અને પુરીનું ભોજન ધરાવવું અને કાગડા કુતરા ગાય ગરીબ અને બ્રાહ્મણને અર્પણ કરવું
- પિતૃઓની ઈચ્છા જાણી તેને પૂર્ણ કરવા જીવનમાં પ્રયાસ કરીશું તેવી પ્રાર્થના કરવી
- પિતૃદેવોની શ્રેષ્ઠ ગતિ થતી રહે તેવી પ્રાથના સાથે સર્વપિતૃ અમાવાસ્યા એ તમામ પિતૃ ને યાદ કરી શ્રાદ્ધ કરવું અથવા તે નિમિત્તે દાન પુણ્ય કરવું તથા પિતૃ ક્રુપા થી આપણ ને જે કંઈ પણ મળ્યું છે તે માટે તેમનો આત્મા થી આભાર માનવો
શ્રાદ્ધ પક્ષ આ કર્યો નું પણ વિશેષ મહત્વ છે પિતૃ સંતુષ્ટ થાય છે
શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાન કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્વ છે. સર્વપિતૃ અમાસના દિવસે પંચબલિ કર્મ (બ્રાહ્મણ, ગાય, કૂતરા, કાગડા અને કીડીને ભોજન)ની સાથે પીપળાનુ પૂજન અને જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કહેવાય છે કે પિતૃપક્ષમાં તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે