ટાલ તેમજ વાળ ખરવાની સમસ્યામાંથી મુકિત મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

WhatsApp Group Join Now

ઔષધિઓથી શારીરિક બીમારીઓ ને દુર કરી શકાય છે, પરંતુ અમુક એવી વસ્તુ પણ હોય છે, જે બીમારીઓ ને દુર કરવામાં ઉપયોગમાં લઇ શકાય છે. આજે અમે તમને એવી જ વસ્તુ વિશે જણાવીશું, જેનાથી તમે તમારી ટાલ ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકશો. આ ઉપાય એકદમ સરળ છે અને ખુબ જ કારગર પણ સાબિત થઇ શકે છે. ચાલો જાણી લઈએ એ ઘરેલું નુસખા, જેનાથી ખરતા વાળની સમસ્યા થઇ જશે દુર અને ટાલ ની સમસ્યા માંથી મળશે છુટકારો..

આંબળા; 4 થી 5 આંબળાને નાળિયેરના તેલમાં ગરમ કરી લો. પછી મિશ્રણને ઠંડુ થતા ગાળીને આ રસનો ઉપયોગ માથુ ધોતા પહેલા કરો. વાળમાં આ મિશ્રણ લગાવી 1 કલાક પછી માથું ધોવો.

મેથીની પેસ્ટ: મેથીને પીસે તેને નાળિયેરના તેળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને માથામાં મસાજ કરીને 30 મિનિટ સુધી રાખો અને પછી માથું ધોઇ દો. નોંધનીય છે કે, મેથીમાં પુરતી માત્રામાં પોટેશિયમ, વિટામિન સી અને આયરન હોય છે જે વાળ ઉગાડવામાં મદદ કરશે.

આદુ અને લીંબુનો રસ: આદુ એક એંટી બેક્ટેરિયલ ઔષધિ છે. એંટી ઓક્સીડેટ્સથી ભરપૂર હોવાને કારણે તેના પ્રાકૃતિક ગુણ વાળને ખરતા રોકે છે. ટાલની સમસ્યાંથી છુટકારો મેળવવા માટે તમે આદુના જ્યુસને લીંબૂના રસમાં મિક્સ કરીને વાળમાં લગાવો. આવુ કરવાથી ડૈડ્રફની સમસ્યા પણ દૂર થશે અને વાળ ખરતા બંધ થઈ જશે.

ડુંગળી: 1 ડુંગળી લઇને તેને મિક્સરમાં ક્રશ કરી તેનો રસ નીકાળો અને તેમાં એક ટેબલ સ્પૂન મધ મિક્સ કરો. આમ, તમે આ રસને જ્યાં ટાલ પડી છે તે જગ્યા પર લગાવો અને માલિશ કરો. અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરો અને પરિણામ ખુબ સારું જોવા મળશે.

સરસોનું તેલ અને મહેંદીના પત્તા: 1 કપ સરસોનું તેલ, 4 ટેબલ સ્પૂન મહેંદીના પત્તાને ગરમ કરીને ગાળી દો. નવસેકું તેલ થાય ત્યારે માથામાં લગાવવાથી વાળ સફેદ નથી થતા અને ખોડો દૂર થાય છે. આ સાથે વાળનો ગ્રોથ પણ સારો થાય છે.

WhatsApp Group Join Now