ઔષધીય ગુણોથી ભરપુર ટામેટા ખાવાથી થાય છે અનેક લાભ

WhatsApp Group Join Now

દરેકને લાલ ટામેટા ખાવાનું પસંદ હોય છે અને તેથી તેને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. આ સિવાય ટામેટાંમાં અનેક ઔષધીય ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ટામેટાંમાં વિટામિન એ, બી, સી, લાઇકોપીન અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. જો તમે તેને તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતા તો અહીં દર્શાવવામાં આવેલા ટામેટાના ગુણો વાંચીને તો તમે તે રોજ ખાતા થઇ જશો. તમે કાચા ટામેટાંને સલાડના રૂપમાં, શાકભાજી સ્વવરૂપે અથવા કોઈપણ રૂપે તેનું સેવન કરી શકો છો. ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે.

લોહીની ઉણપ કરે છે દુર: ટામેટાંની ગુણવત્તા એ છે કે ગરમ કર્યા પછી પણ, તેના વિટામિન્સ અદૃશ્ય થઈ જતા નથી. તે લોહીની ઉણપને દૂર કરીને શરીરને સુવિધાયુક્ત અને સુડોળ રાખવામાં મદદ કરે છે. ટામેટા ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું ખરાબ સ્તર પણ ઓછું થાય છે.

લીવર અને કિડની માટે: ટામેટા નું સેવન કરવાથી લીવર અને કિડનીની કાર્યક્ષમતા વધે છે. દરરોજ ટામેટાનો સૂપ પીવાથી લીવર અને કિડનીને લાભ મળે છે. મેટા કિડનીની પથરી ને પિત્તાશયની પથરીને રોકવામાં પણ મદદ કરે છે.

કેટલાક અધ્યયન બતાવે છે કે કિડની અને પિત્તાશયની પથરી એ લોકોમાં ખૂબ જ ઓછી બને છે જેઓ બીજવાળા ટામેટા ખાય છે. તેના સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. ટામેટાથી પાચનશક્તિ વધે છે. તેમાં સાઈટ્રિક અમ્લ અને મોલિન અમ્લવ જોવા મળે છે એટલે તે એન્ટાસિડના રૂપમાં કામ કરે છે.

વજન ઓછું કરવા માટે: વજન ઓછું કરવામાં ટામેટા મદદરૂપ થાય છે, ટામેટા સલાડ, કેસરોલ, સેન્ડવીચ અને અન્ય ભોજનને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ટામેટામાં ખૂબ જ વધુ પાણી અને ફાયબર હોય છે, એટલા માટે તેનાથી ઝડપથી પેટ ભરાઈ જાય છે અને તે વજનને નિયંત્રણમાં રાખે છે.

હાર્ટએટેકથી બચવા માટે: લોહીની નળીઓમાં લોહીના ગંઠાઈ જવાથી લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું જોખમ વધારે છે. ટામેટા આપણા શરીરની રક્ત વાહિનીઓમાં ગંઠાઈ જવાથી (ગઠ્ઠો જામી જવો) બચાવે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક થવાનું જોખમ ખૂબ હદ સુધી ઓછું થાય છે.

WhatsApp Group Join Now