હોર્મોન્સ માં ગડબડ થવાના કારણે સ્ત્રીઓ આ સમસ્યા નો શિકાર થઇ રહી છે. ૪૦ પછી તો ૬૦ ટકા મહિલાઓ માં આ બીમારી ઘણીવાર જોવા મળે છે. અમુક મહિલાઓ ૩૦ ની ઉંમર માં જ એની ઝપેટ માં આવી જાય છે. tઓ ચાલો જાણી લઈએ શું છે થાઈરોઈડ ની સમસ્યા અને એના શરૂઆતી લક્ષણ..વ્યક્તિ ના ગળા માં પતંગિયા ના આકાર જેવી એક થાઈરોઈડ ગ્રંથી હોય છે.
જયારે મહિલાઓ ના શરીર માં ઉંમર ને લઈને હોર્મોન્સ માં બદલાવ આવે છે, ઘણી વાર આ ગ્રંથી પર પણ એની અસર પડે છે. ગ્રંથી એમના આકાર થી થોડી મોટી થઇ જાય છે અથવા પછી એમા સોજો આવી જાય છે. આ ગ્રંથી તેજીથી એમનું કામ કરવા લાગે છે. એવું થવાથી અમુક મહિલાઓ નું વજન જરૂરત થી વધારે વધી જાય છે, તો ઘણી મહિલાઓ કુપોષણ નો શિકાર બની જાય છે.
આ દરેક સમસ્યા ના કારણે થાઈરોઈડ થઇ શકે છે.થાઈરોઈડ ગ્રંથી તમારા શરીર માં ટી ૩ અને ૪ હોર્મોન નું નિર્માણ કરે છે. જે તમારા હદય, માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલ લેવલ ને બેલેન્સ કરવામાં મદદ કરે છે. થાઈરોઈડ ગ્રંથી માં સોજો ના કારણે જયારે આ હોર્મોન્સ નું નિર્માણ સારી રીતે થઇ શકતું નથી તો હદય સાથે જોડાયેલી સમસ્યા, કોલેસ્ટ્રોલ માં વધારો અને માંસપેશીઓ માં કમજોરી જેવી સમસ્યા થાય છે. મોટાભાગે એની જાણ થોડી મોડી થાય છે. પરંતુ જો શરૂઆતી લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો આ સમસ્યા ને સમય રહેતા કંટ્રોલ પણ કરી શકાય છે.
લક્ષણ
- ગળા માં દુખાવો રહેવો
- થોડો સોજો
- કમજોરી લાગવી
- ઊંઘ ન આવવી
- વધારે તરસ લાગવી
- ગળું સુકાવું
- પરસેવો આવવો
- મગજની કમજોરી અને ચિંતા
- ત્વચા સુકી પડવી
- મહિલાઓ માં પીરીયડની અનિયમિતતા
- માંસપેશીઓ અને સાંધા માં દુખાવો વગેરે એના લક્ષણો હોય છે.
આ સમસ્યા માં તમારે તમારી ડાયટ પર ખાસ ધ્યાન રાખવાનું હોય છે. સમસ્યા ગળા સાથે જોડાયેલી હોય તો ત્યાંથી પસાર થતી દરેક વસ્તુ બીમારી પર ખાસ અસર બતાવે છે. એના માટે અનાજ, મુલેઠી, બદામ, કાજુ અને સુરજમુખી ના બીજ નું સેવન કરવું જોઈએ.