Today Horoscope :
મેષ : આજે વેપાર સંબંધિત કોઈ કામ પૂરું થશે. પરિવાર સાથે યાત્રાનો યોગ છે. સન્માનમાં વધારો થશે. તમારા વિચારો પોઝિટિવ રાખવા. આજે તમારી વાણી અને વિચારમાં સાવધાન રહો. ધર્મમાં આજે રસ જાગશે. કોર્ટ કચેરીનું કામ આજે પૂરું થઈ શકશે.
વૃષભ : પ્રેમ સંબંધમાં નિરાશા મળી શકે છે. આજે પિતા સાથે મતભેદ થઈ શકે છે. સરકારી લાભ મળશે. રાજનીતિ સાથે જોડાયેલ મિત્રોને ખૂબ મહત્વની કામગીરી સોંપવામાં આવશે. સાંજના સમયએ ચાલવા જવાનું રાખી હેલ્થ પ્રત્યે સાવચેત રહો.
મિથુન : આજનો દિવસ મિશ્ર ભાવ સાથે રહેશે. સમાજમાં સમ્માન થશે. આજે કોઈ કામ પૂરું કરવામાં મુશ્કેલી આવી શકે છે. યે નાનું નાનું કામ પૂરું કરવામાં તમને વધુ સમય લાગશે.
કર્ક : આજે તમે મહત્વની યોજના બનાવવા માટે સારી રીતે વિચારી શકશો. ઇજા પર બહુ સરળતાથી વિશ્વાસ કરવો એ તમને મોંઘું પડશે. આજે બીજા લોકોમાં પરિવર્તન લાવવા માટે અમુક મોટા કામ કરવામાં તમારે સમજૂતી કરવી પડશે.
Today Horoscope :
સિંહ : આજે કામમાં શત્રુઓ બાધા ઉત્પન્ન કરી શકે છે. પૈસા ઇન્વેસ્ટ કરવાનો સારો ચાન્સ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત રંગ લાવશે. વાદ-વિવાદમાં સમય પસાર કરવો નહીં. પ્રેમીઓ અને વેપારીઓની માટે આજે સારો દિવસ.
કન્યા : દરરોજના જીવનમાં આજે કાઈક પરિવર્તન આવી શકે છે. નાની નાની વાતે ગુસ્સો કરવો નહીં. આજે સુખ અને આરામના સાધનની ખરીદી કરી શકશો. સ્વાસ્થ્ય પહેલા કરતાં વધુ સારું રહેશે. હનુમાન ચાલીસા વાંચો. કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે.
તુલા : આજે વિદ્યાથીઓને મોટી સફળતા મળશે. તમારા કામ અને તમારી વાતોની લોકો પર સારી અસર થશે. પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આજે કોઈ યાત્રા કરી શકો છો.
વ્રુશિક : આજે જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે. આજે તમને સમય સમય પર અમુક ખાસ લોકોની મદદ મળશે. ઓફિસમાં તમારે આજે વધુ મહેનત કરવી પડશે. તમારો આત્મવિશ્વાસ આજે વધેલો હશે. તમારી જાતને આજે તમે ઉત્સાહી અનુભવશો.
Today Horoscope Today Horoscope :
ધન : નવા પ્રેમ સંબંધ માટે સમય અનુકૂળ છે. વિદ્યાર્થીઓએ કામમાં સફળતા મેળવશે. જે લોકો ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે અને તેઓ કોઈ મોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો બંને ખુશ હોવા જોઈએ. સ્વાસ્થ્ય માટે સારો દિવસ.
મકર : આજે અમુક મહત્વના કામ પૂરા કરી શકશો. આજે મન પ્રસન્ન રહેશે. મિત્રો સાથે આજે સમય પસાર કરી શકશો. આજે કોઈ અજાણ્યાં પર ભરોસો કરવો નહીં. તમારા ઓફિશિયલ કામ માટે બોસનો સહયોગ જરૂરી બનશે.
કુંભ : આજે કોઈ સાથે વાદ વિવાદ થઈ શકે છે. તમારા બાળકો અને પરિવારને સમય આપો. વેપાર સાથે જોડાયેલ જાતકો આજે યાત્રા પર જઈ શકે છે પૈસાની બાબતમાં નસીબનો સાથ મળશે. પરણિત મિત્રો માટે સારો સમય. આજે અમુક ભૂલો થઈ શકે છે.
મીન : આજે પૈસાની બાબતમાં સાવચેત રહેવું. ઉધાર લેવા કે આપવા થી બચવું. નોકરી કરતાં જાતકોને પોતાની ઉર્જા અને મહેનત યોગ્ય દિશામાં લગાવવી જરૂરી. આજે વધારાના કામમાં કે વાતમાં વધુ રહેવું નહીં. તમારું લક્ષ્ય નક્કી રાખો. આજે જમીન કે મકાન ખરીદવાના યોગ છે.
Also Read : શુક્ર રાશિ પરિવર્તન : શુક્ર ગ્રહનું થઇ રહ્યું છે રાશિ પરિવર્તન, થશે આ જાતકોને લાભ
WhatsApp Channel | Join WhatsApp Channel |
રોજની ઉપયોગી માહિતી અને આરોગ્ય વિષયક ન્યુઝ વાંચો લાડકી દીકરી પર. અહીં તમને મળશે આધ્યાત્મિક, જાણવા જેવું , જ્યોતિષ, ધાર્મિક , મનોરંજન અને રસોઈ, રાશિફળ, વાસ્તુશાસ્ત્ર, અને લાઈફ સ્ટાઈલ અપડેટ્સ ગુજરાતી ભાષામાં.