મંગળવારનું રાશિફળ :
મેષ : આજે તમારા મનમાં ચિંતા રહેશે. આજે તમારી હોશિયારીથી કામમાં સારું પ્રદર્શન કરી શકશો. મિત્રોનો આજે સારો સહકાર મળશે. યોજના પ્રમાણે કામ કરવાથી સફળતા મળશે. અમુક નવા લોકો તમને દગો આપે નહીં તેનું ધ્યાન રાખવું. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે.
વૃષભ : આજે કોઈને પૈસા ઉધાર આપવા નહીં. ધીરજની કમી રહેશે. સમાજમાં યશ, નામના, માન-સમ્માન વધશે. સરકારી કામમાં સફળતા મળશે. ખાવા પીવામાં ધ્યાન રાખવું. આજે નવા કોઈ કોર્સમાં જોઇન કરી શકશો. આજે કોઈ સાથે ખરાબ વર્તન કરો નહીં.
મિથુન : આજે મહેનત કરવાનું ચાલુ રાખો. આજના દિવસે તમારી છુપાયેલ પ્રતિભા સામે આવશે. જીવનસાથી સાથે કોઈ વિવાદ ના શરૂ થાય તેની તકેદારી રાખવી. તમારા પોતાના ઉપર કોઈપણ કારણ વગર ગુસ્સે થવું નહીં. બીજાની નાની નાની ભૂલો માફ કરતું રહેવું.
કર્ક : કાર્યક્ષેત્રમાં આજે મોટી સફળતા મળશે. વેપારીઓના અટકેલાં કામ પૂરા થશે અને પેમેન્ટ પણ આજે હાથમાં આવશે. યે સંતુલિત આહારનું સેવન કરો. આજે દિવસ તમારા માટે લાભદાયક અવસર લઈને આવશે. પેટદર્દ અને બેચેની હેરાન કરશે.
મંગળવારનું રાશિફળ :
સિંહ : આજે ખોટા લોકો તરફ આકર્ષણ વધી શકે છે. નવા કામની શરૂઆત કરો જએ ભવિષ્યમાં તમને લાભ અપાવશે. કોઈ બીજાનું વાહન આજે ચલાવવું નહીં. આજે ખર્ચ વધી જવાથી મન બેચેન રહેશે. આજે તમારી જવાબદારી વધી શકે છે. આર્થિક લાભ માટે નવા સ્ત્રોત વિકસિત થશે.
કન્યા : આજે વધારે મહેનત કરવાની જરૂરત પડશે. તમારા જીવનસાથી તમને કોઈ મોટી ખુશ ખબરી આપી શકે છે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ આજે દિવસ સારો રહેશે. યાત્રા કરવા માટે કોઈ ઉતાવળ કરવી નહીં. વિચારેલ કામ પૂરા કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે.
તુલા : દિવસની શરૂઆત સારા સમાચાર થશે. પ્રમોશનના શુભ અવસર તમને મળશે. પરિવારમાં આજે વાદ વિવાદ થઈ શકે છે. તમે આજે પ્રયત્ન કરશો કે બધુ શાંતિથી પાર પડે. કરિયરમાં સફળતા મળશે. ભણવા માટે આજે ખૂબ સારો દિવસ.
વ્રુશિક : તમારી સાથે કામ કરી રહેલ લોકો પર આંધળો વિશ્વાસ કરવો તમને નુકશાન કરી શકે છે. આજે વેપારીઓની માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપાર સારો ચાલવાથી મન પ્રસન્ન રહેશે. પૂજા ઘરની સફાઇ દરમિયાન વિશેષ ધ્યાન રાખો. આજે નવી વસ્તુઓ ખરીદવાના પણ યોગ છે.
ધન : આજે તમરો ગુસ્સો તમારું કામ બગાડી શકે છે. કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. આજે ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ પ્લાનિંગ છે તો તેની પર વિચારીને કામ કરો.
મકર : ઘણા દિવસથી પેન્ડિગ કામ પૂરા કરી શકશો. પૂજા પાઠમાં ધ્યાન લગાવી શકશો. પૈસા કે વસ્તુની લેવડ દેવડમાં ઉતાવળ કરવી નહીં. વિદ્યાર્થીઓને ભણવા માટે વિદેશ જવાનો ચાન્સ મળશે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં કરશો નહીં. પ્રગતિ છે પણ ધીરે ધીરે.
કુંભ : આજે જોખમવાળું કોઈપણ કામ કરવું નહીં. જોશમાં આવીને આજે વધારે ખર્ચ કરવો નહીં. નોકરી કે વેપારમાં આજે ઓછી મહેનતે તમને વધુ ફળ મળશે. આજે પ્રમોશનના ચાન્સ છે. પરિવાર સાથે નાની યાત્રા કે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.
મીન : આજે પરિવારનું જીવન આનંદમય રહેશે. વેપાર સાથે જોડાયેલ લોકોને આજે ઘણી મહેનત કરવી પડશે. પણ તમને એ મહેનતનું સારું પરિણામ મળશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે. પરિવાર સાથે આજે આનંદથી દિવસ પસાર થશે. આજએ નવી યોજનાઓ કરી શકશો.
WhatsApp Channel | Join WhatsApp Channel |
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Ladki Dikri તેની પુષ્ટિ કરતું નથી.)
રોજની ઉપયોગી માહિતી અને આરોગ્ય વિષયક ન્યુઝ વાંચો લાડકી દીકરી પર. અહીં તમને મળશે આધ્યાત્મિક, જાણવા જેવું , જ્યોતિષ, ધાર્મિક , મનોરંજન અને રસોઈ, રાશિફળ, વાસ્તુશાસ્ત્ર, અને લાઈફ સ્ટાઈલ અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Also Read : આ બીમારીઓમાં આમળા બિલકુલ ન ખાવા જોઈએ, નહીં તો સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થઈ જાય છે