ઘરે વધેલા ભાતમાંથી આ રીતે બનાવી શકો છો સ્વાદિષ્ટ પકોડા

WhatsApp Group Join Now

ઘણી વાર એવું બને છે કે ક્યારેક મહેમાન આવે તો ભાત ઘણા વધે છે તો ત્યારે ભાત નાખી દેવા પડે છે. ઘણા લોકોના ઘરમાં બપોર ના ભાત વધ્ય હોય તો લોકો તે ભાત વઘારીને ખાય છે તો કેટલાક લોકો તેને ફેંકી દેતા હોય છે. સાંજે પાછુ તે ઠંડુ કે વાસી વસ્તુ કોઈ ખાતું નથી. અને બધું વેસ્ટ જાય છે. પરંતુ શું તમે જાણો છો વધેલા ભાતમાંથી પણ અનેક ટેસ્ટી વાનગીઓ બનાવી શકાય છે. તો આજે અમે તમારા માટે વધેલા ભાત માંથી ટેસ્ટી પકોડા કેવી રીતે બનાવવા તેની રીત જણાવીશું.

સામગ્રી:-

  • ભાત
  • સ્વાદ અનુસાર મીઠું
  • જીણા સમારેલા મરચા
  • ક્રશ કરેલ આદુ
  • આમચૂર પાઉડર
  • લાલ મરચું પાઉડર
  • હળદર
  • હિંગ
  • અજમા
  • ડુંગળી
  • સમારેલી કોથમીર
  • તળવા માટે તેલ
  • ચણાનો લોટ

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા ભાત લઇ લેવા અને તેને બરાબર મિક્સ કરી લેવા.
  2. પછી તેમા ચણાનો લોટ, ડુંગળી, લીલા મરચા, આદુ, ધાણા પાવડર, હળદર, લાલ મરચું, હીંગ, અજમો, મીઠું, તેમજ કોથમીર આ દરેક વસ્તુ નાખીને બરાબર મિક્સ કરી લેવું.
  3. ત્યાર પછી તેમા જરૂરિયાત મુજબ પાણી પણ નાખવું. તે બાદ તેને ફેટી લેવું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખીરૂ વધારે પાતળું કે ઘટ્ટ ન થાય.
  4. પછી તેને 5 મિનિટ મુકી રાખવું અને ત્યાં સુધી ગેસ પર એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકવું.
  5. જયારે તેલ ગરમ થઇ જાય એટલે તેમા તૈયાર ખીરા માંથી ભજીયા પાડવા. ભજીયા આછા બ્રાઉન રંગના તળી લેવા.
    તૈયાર છે વધેલા ભાત ના સ્વાદિષ્ટ અને ગરમા ગરમ પકોડા… જે ચા સાથે ગરમા ગરમ ખાવા ની મજાજ કંઇક અલગ હોય છે. આ પકોડા બાળકો ને પણ ખુબ જ પસંદ આવશે. આને તમે કોથમીર ની ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો.
WhatsApp Group Join Now