WhatsApp Group
Join Now
Vahli Dikri Yojana શું છે?
વ્હાલી દીકરી યોજના (vahli dikri yojana) એ મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત દ્વારા દીકરીઓના જન્મદરમાં વધારો કરવા ,સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા , શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી યોજના અમલી બનાવવામાં આવેલ છે.
Table of Contents
વ્હાલી દીકરી યોજનામાં કોણ ફોર્મ ભરી શકે ?
- તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યાર બાદ જન્મેલી દીકરી માટે આ સહાય મળવાપાત્ર થશે.
- દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
- દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૨.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. Source : WCD
Vahli Dikri Yojana અંતર્ગત કેટલી સહાય મળશે ?
સહાય ક્યારે મળશે ? | કેટલી સહાય મળશે ? |
પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે | રૂ ૪૦૦૦ |
નવમાં ધોરણમાં પ્રવેશ વખતે | રૂ ૬૦૦૦ |
૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય તરીકે | રૂ ૧૦૦૦૦૦ |
આ પણ વાંચો : ઘણા વર્ષ પછી આ 4 રાશિના જાતકોને કિસ્મત આપશે એનો સાથ, થઇ શકે છે ધનની પ્રાપ્તિ..
Vahli Dikri Yojna Document List
- લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર
- માતા પિતા ના આધાર કાર્ડ
- માતા પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર
- માતા પિતાની કુલ વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
- દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
- નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતિનું સોગંદનામું
- અરજદારના રેશનકાર્ડ ની નકલ
- લાભાર્થી દીકરીના માતા/પિતાના બેન્કખાતાની પાસબુકની નકલ
- લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
- લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ
Vahli Dikri Yojana Form Pdf કઈ રીતે ભરવું?
- સૌ પ્રથમ બાજુમાં આપેલ Download Link પર ક્લિક કરી સરકારી વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવું
- અથવા નજીકના આંગણવાડી કેન્દ્ર કે ICDS કચેરી ( બાળવિકાસ યોજના કચેરી ) પાસેથી ફોર્મ મેળવી લેવું
- ફોર્મમાં જરૂરી વિગતો ભરી તથા ઉપર સૂચવેલ documents જોડીને આંગણવાડી કેન્દ્ર કે આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે જમા કરાવવા.
- Application Form અને Documents સંલગ્ન અધિકારી ચકાસણી કરશે
- અરજી કરનારને SMS દ્વારા અરજી મંજુર કે નામંજૂર થયાની જાણ થશે.
- અરજી મંજુર થયે ત્રણ તબક્કામાં સહાય બેંક ખાતામાં જમા થશે.
WhatsApp Group
Join Now