વારંવાર પેટ દર્દની સમસ્યા રહેતી હોય તો જરૂર જાણો આ બાબતો

WhatsApp Group Join Now

સામાન્ય રીતે પેટમાં દુખતું હોય ત્યારે આપણે મસાલા સોડા પીવી, જીરું કે અજમો વાટીને ચાવી જવું, એકાદા ચૂરણની ફાકી લેવી જેવા ઘરગથ્થુ ઉપાયો આજમાવીએ છીએ. તીખી મસાલેદાર વાનગીઓ ખાધી હોય તો ઍસિડિટીની ગોળી લઈ થોડી વાર સૂઈ જઈએ એટલે આરામ થઈ જાય. મોટા ભાગે આવા તુક્કાઓથી તાત્કાલિક રાહત થઈ જાય છે તેથી પેટના દુખાવાને લોકો હળવાશથી લેતા હોય છે.

વારંવાર પેટ દર્દની સમસ્યા થાય છે તો ડોક્ટરની સલાહ જરૂર લો. કેમ કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરમાં પણ સામાન્ય રીતે પેટ દર્દની સમસ્યા હોય છે. એક આંકડા અનુસાર ભારતમાં ગયા વર્ષે કુલ પેટના દુખાવાના દરદીઓ માંથી ૫૭ હજાર જેટલા કેસમાં ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ કૅન્સર જેવી ગંભીર બીમારીનાં લક્ષણો સામે આવ્યાં હતાં. ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર ભારતમાં ચોથુ સૌથી વધુ સંખ્યામાં લોકોને થતુ કેન્સર બની ગયું છે. ગત વર્ષે જીઆઈ કેન્સરના 57,394 કેસ સામે આવ્યા છે.

સામાન્ય રીતે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર પેટના આંતરડા કે પેટનું કેન્સર હોય છે. જે ધીરે ધીરે વધતુ જાય છે અને શરીરના આંતરિક અંગોને નુકશાન પહોંચાડવાનું શરૂ કરે છે. આ કેન્સર શરીરના અંદરના આંતરડા, લીવર, પિત્તાશય, પેનક્રિયાઝ અને પાચન ગ્રંથિને ઝપેટમાં લેવાનું શરૂ કરે છે અને તેને નિષ્ક્રીય બનાવે છે. તેથી ક્યારેય પણ પેટ દર્દને હળવાશથી ન લેવું. જરૂર પડે તો વારંવાર પેટ દર્દ થવા પર ડોક્ટરની સલાહ જરૂર લેવી.

એક્સપર્ટસની માનીએ, તો કોઈ પણ કેન્સરથી બચવાનો સૌથી સારો ઉપાય એ છે કે તમારા ડાયટમાં સુધારો અને જરૂરી બદલાવ કરવો. સાથે જ વધતા વજન પર કન્ટ્રલ કરવાથી પણ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરથી બચી શકાય છે. જો પિત્તની પથરી કે કોઈ સમસ્યા રહી હોય તો સૌથી પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

કોલનગિયોસ્કોપીની મદદથી કેન્સરને જોવા અને તેના ઉત્તકોને પરીક્ષણ કરવામાં મદદ મળે છે. તેનાતી પિત્તાશયની થેલીના કેન્સર વિશે જલ્દી જ માહિતી મળી જાય છે. પરંતુ રુટીન ચેકઅપ અને નોર્મલ ડોક્ટરી સલાહથી તેની માહિતી મળતી નથી.

WhatsApp Group Join Now