શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ ઝાડ ઉપર લાલ કે સફેદ રંગની પટ્ટીઓ બનાવવામાં આવે છે ખરેખર આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આજે તમને આ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.સૌથી પહેલા તમને જણાવીએ કે ઝાડ પર કલર કરીને તેમાં રહેલી તિરાડોને પુરવામાં આવે છે.
જેનાથી ઝાડનું જીવન વધે છે ઘણીવાર એવું થાય છે કે તેમાં રહેલા મંકોડા,કીડીઓ ઝાડના નીચે પોતાનું ઘર બનાવી લે છે. આ સ્થાન પર કલર કરવાથી તેની દાંડીઓ તૂટવાની સંભાવના ઓછી બને છે અને કોઈ ઝાડની દાંડી તૂટવાની હોઈ તો એ દાંડી પર પણ કલર કરવામાં આવે છે. આ પ્રકારે ઝાડની દાંડીને હાઇલાઈટ કરી ને દેખાડવામાં આવે છે જેથી એનો ખ્યાલ આગળ જઈને રાખી શકાય.
આપણા દેશમાં ઝાડને કલર કરવાનું કાર્ય વન વિભાગ કરે છે,પછી એ ઝાડ જંગલમાં હોઈ કે શહેરમાં વિસ્તારમાં આ કાર્ય માટે વન વિભાગ ક્ષેત્રવાર પોતાની ટીમોને વહેંચી દે છે અને કામ પૂરું કરે છે. ઝાડ પર કલર કરવાથી જ્યાં તેનું આયુષ્ય વધે છે,તો ઝાડને કાપવાથી પણ તેની સુરક્ષા પણ થાય છે કેમ કે કલરવાળા ઝાડ એ વાતની નિશાની હોઈ છે કે તે વન વિભાગની નજરમાં છે
એ પ્રકારથી ઝાડની પણ સુરક્ષા થાય છે.એમ તો ઝાડને કલર કરવા માટે સફેદ રંગનો જ ઉપયોગ થાય છે, પરંતુ કેટલાંક રાજ્યોમાં લાલ તથા ભૂરા રંગનો પણ પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકાર ઝાડ પર કલર કરીને વન વિભાગ ઝાડને બચાવાનું કાર્ય કરે છે.કેટલાક સ્થળોએ ઝાડને રંગવા માટે ફક્ત સફેદ પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ ઘણી જગ્યાએ લાલ અને સફેદ રંગનો ઉપયોગ પણ થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના રસ્તા પર લાગેલા ઝાડને પણ સફેદ રંગથી રંગવામાં આવે છે, જેથી રાતના અંધારામાં પણ આ ઝાડ તેમની તેજસ્વીતાને લીધે સરળતાથી જોઈ શકાય.